કોંગ્રેસના પૂર્વ નેશનલ પ્રમુખ રાહુલ ગાંધીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કાઢી છે. જેને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ યાત્રા મધ્ય પ્રદેશમાં છે અને યાત્રાને 86 દિવસ થયા છે. આટલા દિવસમાં રાહુલ ગાંધી પોતે 1141 કિલોમીટર ચાલ્યા છે. તેઓએ વરસાદ, ઠંડી, ગરમીમાં પણ યાત્રાને અટકવા નથી દીધી અને ભાજપ-આરએસએસ સામે ઠેરઠેર વાકપ્રહારો કર્યા. આ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણી ખેલ પ્રતિભા, બોલીવુડ હસ્તીઓ, ગાંધીવાદીઓ , સામાજિક આગેવાનો, બાળકો, મહિલાઓ, વૃદ્ધો આ યાત્રામાં રાહુલ સાથે જોડાઈ રહ્યાં છે અને ભારત જોડોનો સંદેશો આપી રહ્યાં છે. જોકે, આ યાત્રાને મીડીયામાં (ગોદીમીડીયા)માં એટલું સ્થાન નથી મળી રહ્યું તે વાત અલગ છે પણ કોંગ્રેસના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર તે છવાઈ ગઈ છે અને લોકો અહીંથી જ તેમના સમર્થનમાં સામે આવી રહ્યાં છે. આ યાત્રા 2024ની લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થશે તેવો આશાવાદ વિશ્લેષકો સેવી રહ્યાં છે.
જુઓ કેટલા વીડીયો અને તસ્વીરો….
https://www.bharatjodoyatra.in/yatra-day-85/#gallery-25 (આ લિંક પર ભારત જોડો યાત્રાના ફોટો જોઈ શકો છો.