સુરત: દેશ-વિદેશમાં પ્રચલિત અને 87 વર્ષ જૂની સંસ્થા સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલ)ની ચૂંટણીમાં આજીવન સભ્યોએ એક તરફી મતદાન કરીને કેપી-કાદરી ખીદમત પેનલના ખોળામાં ભવ્ય જીતનો પ્રસાદ આપ્યો છે. જ્યારે માત્રને માત્ર નકારાત્મક વિચારસરણીને વરેલી હોય તેવું ચિત્ર ઊભું કરી પ્રચાર કરનાર બગદાદી-ચાંદીવાળા પ્રોગેસિવ પેનલને આજીવન સભ્યોએ અને દરેક સમાજના વિકસશીલ લોકોએ જાકારો આપીને પરાજયનો સ્વાદ ચખાવ્યો છે!
આજે રવિવારે 10 ડિસેમ્બર 2023ના રોજ સવારે સવારે 9થી બપોરે 1.00 વાગ્ય સુધી મતદાતાઓએ મતદાન કર્યું હતું. જેમાં 1350 આજીવન સભ્યો પૈકી 842 સભ્યોએ મતદાન કર્યું હતું. કુલ મતદાન 63-36 ટકા નોંધાયું હતું. જે પૈકી કારોબારીના 96 મત રિજેક્ટ થયા હતા. એંગ્લો ઉર્દૂની ચૂંટણીમાં કેપી-કાદરી ખીદમત પેનલ અને બગદાદી-ચાંદીવાલા પ્રોગેસિવ પેનલ વચ્ચે જંગ હતો, જોકે, મતદાતાઓએ રુલિંગ પાર્ટીને જ ફરી વિજેતા બનાવવાનો નિર્ણય લીધો હતો. જેથી, એવું કહી શકાય કે આજીવન સભ્યો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ કેપી-કાદરી ખીદમત પેનલની બે વર્ષની શૈક્ષણિક કામગીરીથી સંતુષ્ત હતા.
પ્રમુખ પદના ઉમેદવાર પદે એડવોકેટ ડો. નસીમુદ્દીન કાદરીનો વિજય થયો હતો, તેઓને 444 મત મળ્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી બદદાદી સૈયદ આહમદને 332 મત મળ્યા હતા. સેક્રેટરી પદે સુરત મનપાના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયર અબ્દુલ હઈ મુલ્લા વિજયી થયા હતા, તેઓને 492 વોટ મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખપદે કાગઝી શબ્બીર અહેમદ (468 વોટ), એડવોકેટ ઈકબાલ મલિક (470 વોટ), પલ્લા મહેબૂબ (464 મત) મળ્યા હતા. સહમાનદમંત્રી પદે ચામડિયા અયાઝ (472 વોટ), ખાન મોહંમદ હયાત ખાન (463 વોટ)નો વિજય થયો હતો. જ્યારે કારોબારી સભ્યોમાં દાલચાવલ મોહંમદ હનીફને સૌથી વધુ 572 વોટ મળ્યા હતા. અન્ય કારોબારીઓમાં હકીમચીચી ડો. પરવેઝ (536 વોટ), એડવોકેટ મિરઝા મોહંમદ જાવીદ (516 વોટ), લુલાત ઈલ્યાસ પાપા (500 વોટ), ગોલંદાઝ મુસ્તાક (496 વોટ), દેસાઈ અનિષ (479 વોટ), બેલિમ અબ્દુલ વહાબ (477 વોટ), સૈયદઅલી સૈયદ હુસેન (477 વોટ), ચામડિયા મોહંમદ ઉંમર (467 વોટ), શેખ મુખ્તાર અહેમદ (466 વોટ), કાપડિયા મોહંમદ ઐયુબ (428 વોટ), શેખ મોહંમદ હફીઝ (419 વોટ), પટેલ ઈમરાન (416 વોટ), પઠાણ અસ્લમ ( 407 વોટ) સાથે વિજેતા થયા હતા. કેપી-કાદરી ખીદમત પેનલે આખી ચૂંટણી દરમિયાન લાઈફ મેમ્બરો સમક્ષ માત્ર શિક્ષણ હીત અને વિદ્યાર્થી હીતની જ વાતો કરી હતી અને પોતે કરેલા પ્રોગ્રેસ તેમજ વિદ્યાર્થીઓની ફી માફી સહિતના આંકડાનો પૂરેપૂરો ચિતાર રજૂ કર્યો હતો, જેના પર આજીવન સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરની તમામ મેમણ જમાત, સિંધી જમાત, પટની સમાજ, સૈયદ સમાજ, શેખ સમાજ, મહારાષ્ટ્રીયન મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, સુન્ની વ્હોરા સમાજ, વાંકાનેરી મુસ્લિમ સમાજ, મુલ્તાની સમાજ, , સુરતી મુસ્લિમ સહિતના દરેક નાના-મોટા સમાજે કેપી-કાદરી ખીદમત પેનલને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
અડધા ઉપરાંત મતોથી સામેની પેનલ હારી:, જેમાં 22 વર્ષમાં પહેલીવાર સલિમ અમદાવાદી હારી ગયા
કેપી-કાદરી ખીદમત પેનલની સામે ઊભેલી બગદાદી-ચાંદીવાલા પ્રોગેસિવ પેનલના પ્રમુખ પદને બાદ કરતા મોટાભાગના ઉમેદવારો અડધા ઉપરાંતની લીડથી હાર્યા હતા. પહેલા ચારથી પાંચ રાઉન્ડમાં જ આખી સ્થિતિ ક્લીયર થઈ ગઈ હતી અને જીત એક તરફી કેપી-કાદરી પેનલ તરફ દેખાવા લાગી હતી. આઠથી દસ રાઉન્ડ બાદ તો બગદાદી-ચાંદીવાલા પેનલના ઉમેદવારો અને સમર્થકોએ મેદાન છોડવા માંડ્યું હતું અને પોતપોતાના ઘરે રવાના થઈ ગયા હતા. તેમને મળેલા રકાસને કારણે હવે આગામી વર્ષોમાં ચૂંટણીમાં મોટાભાગના ઉમેદવારો ફરી ન ડોકાય તેવી સંભાવના પણ રાજકારણના માંધાંતાઓએ વ્યક્ત કરી હતી. ઉપરાંત ઘણાંનો ખોટો વ્હેમ પણ ઉતરી ગયો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. ખાસ વાત એ છે કે, સલિમ અમદાવાદી જે વિતેલા 22 વર્ષથી કોઈપણ પેનલમાં જીત દર્જ કરાવતા આવ્યા હતા પરંતુ આ વખતે રુલિંગ પાર્ટી કેપી-કાદરી ખીદમત પેનલમાંથી તેઓ બગદાદી-ચાંદીવાલા પેનલમાં જઈને પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓ પણ લાંબા માર્જિનથી હારી ગયા હતા. મતગણતરી સ્થળ પર હાજર શ્રોતાઓમાંથી કોઈ ટિખળ કરતા પણ સંભળાયા કે કેટલાકનો ‘ગિલીટ’ સભ્ય અને સમજુ સમાજે ઉતારી દીધો.
કેપી-કાદરી ખિદમત પેનલે બે વર્ષમાં આ શિક્ષણ-વિદ્યાર્થી હીતના કાર્યો કર્યા હતા અને તે સમગ્ર હિસાબ તેઓએ એક સ્નેહમિલન બોલાવીને દરેક આજીવન સભ્યો સમક્ષ રજૂ કર્યો હતો, જેના પર મતદાતાઓએ વિશ્વાસ મુક્યો
આ રહ્યાં જીતના કારણો…
કારણ: 1 – 79 લાખ રૂપિયા જેટલી મોટી રકમનો સ્ટાફ પગાર અને ગ્રેજ્યુઈટી બાકી હતી તેમજ અઢી કરોડ રૂપિયા જેટલી ફી પણ બાકી હતી. કેપી-કાદરી પેનલે પાછલી ટર્મમાં આવ્યા બાદ પગાર ચુકવ્યો અને ફીની રિકવરી કરી. ખાસ કરીને કોરોનાકાળ દરમિયાન આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા આશરે 2000થી વધુ વિદ્યાર્થીઓને 52 લાખ રૂપિયાથી વધુની ફી માફી કરી આપી. સંસ્થાને મ્યુચ્યલ ફંડ તેમજ વિવિધ રોકાણ થકી કેપી-કાદરી ખિદમત પેનલ દ્વારા આર્થિક સદ્ધરતા બક્ષાય. પરંતુ પાછલા પ્રમુખના કાર્યકાળ દરમિયાન તે 6 કરોડ ઉપરાંતની રકમને મિસમેનેજમેન્ટ થકી વેડવી નાંખવામાં આવી હતી. પાછલી ટર્મમાં ચૂંટાયા બાદ સંસ્થાને આર્થિક ખાડામાંથી બહાર કાઢી. આજે સંસ્થા પાસે લગભગ 1.60 કરોડથી વધુની બેલેન્સ છે.
કારણ-2– ધોરણ-9 અને 10ના અંગ્રેજી માધ્યમના વર્ગના વધારા સાથે દરેક શાળાના મળીને 14 વર્ગોનો વધારો, ગુજરાતની ખૂબ જ પ્રચલિત સંસ્થા પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ (પીમેટ) સાથે મળીને સીએ ફાઉન્ડેશનના સ્પેશિયલ વર્ગો શરૂ કરાયા. જેનો લાભ 150 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ લગાતાર લઈ રહ્યાં છે. એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ સારા માર્કસ લાવી શકે તે માટે એકસ્ટ્રા વર્ગો શરૂ કરાયા.
કારણ-3– સોસાયટીની 6 શાળાઓમાં 145 નવા કોમ્પ્યુટર મુકાવ્યા અને કોમ્પ્યુટર લેબોને રિનવોશન કરી. 19 નવા એર કન્ડિશનર લગાવ્યા. બાળકોને પડતી અગવડો દૂર કરવા 32 ટોઈલેટ બનાવાયા. 19 કલાસને રિનોવેશન કરાયા. 2 વોટર ડ્રિંકીંગ પ્લાન્ટ લગાવાયા. વધુ 17 વર્ગોને સ્માર્ટ ક્લાસમાં તબ્દીલ કરાયા. ઓફિસોમાં 8 નવા કમ્પ્યૂટર લગાવાયા. શાળાઓનું સંચાલન કરતા પાંચ આચાર્યોની ઓફિસોનું રિનોવેશન કરાયું.
કારણ-4 – વિદ્યાર્થીનીઓને પગભર કરવા માટે રૂ. 10 લાખના ખર્ચ સાથે સૌપ્રથમવાર ફેશન ડિઝાનિંગનો કોર્ષ શરૂ કરાવાયો. 20થી વધુ શૈક્ષણિક કાર્યો, શાળામાં ડેવલપમેન્ટ પાછળ રૂ. 1.35 કરોડ (એક કરોડ પાંત્રીસ લાખ)થી વધુનો ખર્ચ કરાયો. છતા દરેક સ્કૂલના બેંક એકાઉન્ટ મળીને તા. 18 નવેમ્બર 2023 સુધી રૂ. 1.29 કરોડ રૂપિયા અને તેમાં ગ્રેજ્યુઈટીની અમારી તરફથી એડવાન્સ જમા કરાવેલી રાશિ રૂ. 31 લાખ મળી કુલ રૂ. 1.61 કરોડ રૂપિયા બેલેન્સ છે.
કારણ-5- શિક્ષણ જગતમાં એંગ્લો કેમ્પસની સાતેય શાળાઓની પ્રચલિતતા વધી ,પરિણામે વર્ષ 2021થી 2023 વચ્ચે 950 જેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો. આજે તમામ શાળા મળીને 6929 સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યાં છે.
કારણ-6: ભવિષ્યના આ આયોજનો રજૂ કરાયા
સંસ્થાને યુનિવર્સિટીના સ્તર સુધી લઈ જવાનો વિચાર રજૂ કરાયો. જેઈઈ, નીટ, આઈટી, યુપીએસસી, જીપીએસસી, ઈન્ટેલિજન્ટ આર્ટિફિશિયલ અને ડેટા એનાલિસીસ સહિતના કોર્ષ શરૂ કરવા અને કાબેલ સંસ્થાઓ સાથે ટાઈઅપ કરવાનું વચન. સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ પણ ઉપલબ્ધ કરાવવાનો વાયદો. નેશનલ-ઈન્ટરનેશલ અને સ્કોલર સ્કૂલ સર્ટિફિકેશન બાળકોને મળે તે માટે જોડાણની તૈયારી. ધોરણ-11ના સાયન્સના ક્લાસને અંગ્રેજી માધ્યમ બનાવાનો સંકલ્પ. ધોરણ 1થી લઈને 12 સુધી આપણી દિકરીઓ માટે અલગથી અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવાની યોજના. દરેક ક્લાસ સ્માર્ટક્લાસ બનાવવાનું આયોજન. રોજગારીલક્ષી અને ટેક્નિકલ કોર્સ કરાવવાની તૈયારી. અન્ય વિસ્તારોમાં પણ સંસ્થાની શાખા વધે તેવા પ્રયાસોનું વચન. દિની તાલીમનો વ્યાપ વધારાશે. સોસાયટીના બંધારણને આજના સમય મુજબ વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાનું વચન. શાળા બિલ્ડિંગો પર સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવીને વીજબિલનો આર્થિક બોજ હળવો કરવાનું વચન.
કેપી-કાદરી ખીદમત પેનલના સૌથી મોટા સમર્થક અને બેવારના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું કે, અમારો નેક ઈરાદો સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલોને એક નવી ઊંચાઈએ લઈ જવા માટેનો હંમેશા રહ્યો છે અને તે માટે લગાતાર અમારી ટીમ કામ કરી રહી છે. અમારી ટીમે ભૂતકાળમાં પણ સંખ્યાબંધ ડેવલપમેન્ટના કામો કર્યા છે અને આગામી વર્ષોમાં પણ કરતા રહીશું. અમારી ટીમે હંમેશા વિદ્યાર્થીઓ-શિક્ષણ હીતને જ પ્રાધાન્ય આપતા આવ્યા છે અને આપતા રહીશું. ટીમ દ્વારા અપાયેલા વચનોમાંથી ઈન્સાઅલ્લાહ ઝડપીથી પૂરા થાય તેવી કોશિશ કરાશે.