સુરતના કેપી ગ્રુપે વાઈબ્રન્ટ ગુજરાતમાં રૂ.17,690 કરોડના કરાર કર્યા

  • મુખ્યમંત્રીની હાજરીમાં કેપી ગ્રુપે વિવિધ કંપનીઓના રિન્યુએબલ એનર્જી તેમજ ફેબ્રિકેશન પ્રોજેક્ટ મળી કુલ 17,690 કરોડના MOU કર્યા, કુલ 13,750 લોકોને નવી રોજગારી ઊભી કરવાનો લક્ષ્યાંક, 1000 કરોડના ખર્ચે સુરતમાં હાઈઇડ્રોજન પ્લાન્ટ અને 2250 કરોડના ખર્ચે ભરૂચમાં ફેબ્રિકેશન પાર્ક ઊભો કરશે

અમદાવાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં વાઇબ્રન્ટ ગુજરાત-2024ના બેનર હેઠળ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં કામ કરતી સુરત સ્થિત કેપી ગ્રુપની કંપનીઓ અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. 13750 કરોડના એમઓયુ થયા છે. કેપી ગ્રુપ 1000 કરોડના ખર્ચે સુરતમાં હાઇડ્રોજન પ્લાન્ટ ડેવલપ કરવાનો પ્રોજેક્ટ પણ કરી રહી છે. આ કરારમાં રાજ્યના જુદા જુદા ઔદ્યોગિક શહેરોમાં કુલ 13,750 લોકોને નવી રોજગારી આપવાનું આયોજન પણ છે . કેપી.ગ્રુપ વતી વ્હોલ ટાઈમ ડિરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન ડો. ફારુક પટેલના પુત્ર અફ્ફાન પટેલે આ કરાર હેન્ડ ઓવર કર્યાં હતા.

કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. ફારુક પટેલે જણાવ્યું હતું કે, કેપી ગ્રુપ ઓફ કંપનીઝ 1000 કરોડ રૂપિયાનાં ખર્ચે ભરૂચમાં 250 મેગા વોટ સોલાર પ્લાન્ટ, 800 કરોડનાં મૂડી રોકાણ સાથે કચ્છમાં 250 મેગા વોટનો સોલાર પ્લાન્ટ, 5500 કરોડના ખર્ચે ભરૂચ,ભાવનગર,કચ્છમાં 500 મેગા વોટ વિન્ડ સોલાર હાઈબ્રિડ પાર્ક ઊભો કરશે, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં 3565 કરોડના ખર્ચે 475 મેગા વોટ ISTS વિન્ડ પાર્કનું નિર્માણ કરશે.,સુરેન્દ્રનગર ભાવનગરમાં 1875 કરોડના ખર્ચે 250 મેગા વોટ વિન્ડ પાર્ક,2250 કરોડના ખર્ચે ભરૂચમાં વર્લ્ડ કલાસ ફેબ્રિકેશન પાર્ક,કચ્છમાં 1700 કરોડના ખર્ચે 1000 મેગા વોટ હાઈબ્રિડ સોલાર પ્લાન્ટનું નિર્માણ કરશે. અને 1000 કરોડના ખર્ચે સુરતમાં હાઇડ્રોજન પ્લાન્ટ ડેવલપ કરશે.

કેપી ગ્રુપે વાઈબ્રન્ટ ગુજરાતમાં ભૂતકાળમાં જેટલાં પણ એમઓયુ કર્યા છે તે તમામ સમયપર પૂર્ણ કર્યા છે , જેમાં ભરુચ, સુડી ગામનો સોલાર પાર્ક પણ સમાવેશ થાય છે. કંપનીએ આજે ગુજરાતમાં 2.6+GWનો સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા માટે ઐતિહાસિક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.આ ઉપરાંત ગ્રુપના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે માર્ગ મોકળો થયો છે. કેપી.ગ્રુપના ચેરમેન ડો. ફારૂક જી.પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેપી ગ્રુપ અને ગુજરાત સરકાર વચ્ચેનો આ સહયોગ ભારતના ગ્રીન એનર્જીના ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. દેશના પ્રધાનમંત્રી ગ્રીન રિવોલ્યુશન તરફ જે રીતે આગળ વધી રહ્યાં છે તેમાં અમે પણ યોગદાન આપી રહ્યાં છે તે અમારા માટે ગર્વની વાત છે. અમારો પ્રયાસ ભારતના ડીકાર્બોનાઇઝેશન લક્ષ્યોમાં યોગદાન આપશે.

કંપનીનો ગ્રોથ..

ઉલ્લેખનીય છે કે, કેપી ગ્રુપની કેપીઆઈ ગ્રીન એનર્જી લિં હાલમાં ૩૦૦ કરોડનો ક્યુઆઈપી લાવી છે , જેને વિશ્વભરમાંથી ત્રણ ગણો પ્રતિસાદ મળ્યો હતો. કેપી ગ્રુપની બે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે , જેમાં કેપીઆઈ ગ્રીન એનર્જીની માર્કેટ કેપ આજની તારીખે રુપિયા ૫૬૪૦ કરોડ જ્યારે કેપી એનર્જીની માર્કેટ કેપ ૧૭૨૪ કરોડ રુપિયા છે. કેપી ગ્રુપ પાસે હાલ ૭૫૦થી વધુ મેગા વોટ્સના ઓર્ડર હાથ પર છે. કંપની વર્ષ ૨૦૩૦ સુધી રિન્યુએબલ એનર્જીમાં ૧૦ ગીગાવોટ્સના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે.

Leave a Reply

Translate »