ઉન્નત ભારત: કેપી હ્યુમને SVNIT સાથે મળીને સોલાર પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન કોર્ષ શરૂ કર્યો

સુરત: ભારત સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત છેવાડાના ગામડાઓના યુવાઓમાં સ્કીલ ડેવલપમેન્ટ કરીને નોકરીની તકો ઊભી કરી શકાય. આ પહેલ હેઠળ સુરતના કેપી ગ્રુપે તેના સીએસઆર આર્મસ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન થકી સુપ્રસિદ્ધ સંસ્થા SVNIT સાથે એમઓયુ કર્યા અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરવાની પ્રેક્ટિકલ અને થિયરિકલ તાલીમ આપવાની શરૂઆત કરી છે. જેમાં  PI-UBAએ દત્તક લીધેલા ગામોમાં આઈટીઆઈના  વિદ્યાર્થીઓ માટે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પર પાંચ દિવસીય  પ્રથમ ટ્રેનિંગ સફળતાપૂર્વક પુરી થઈ. પહેલા બેચમાં 45 વિદ્યાર્થીઓને કેપી ગ્રુપનો સુડી સહિતનો સોલાર પાર્ક સંભાળતા ડેપ્યુટી મેનેજર નાશીર શાહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી. કેપી ગ્રુપે આમાંથી કાબેલ વિદ્યાર્થીઓને નોકરી આપવાની યોજના પણ બનાવી છે.

કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડો. ફારુક પટેલ દ્વારા આજે આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કહેવાયું કે, અમને સરકાર અને એસવીએનઆઈટીએ ઉન્નત ભારત અંતર્ગત રિન્યુએબલ એનર્જીના માધ્યમથી નવી પેઢીને એક પર્યાવરણની રક્ષા માટેના મિશન માટે તૈયાર કરવાની તક આપી તે માટે આભાર. આ યુવાઓ પોતાના પરિવારના ગુજરાન માટે વ્યવસ્થા કરવા સાથે દેશની હરિત ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપશે અને માનવતાને રક્ષવાનું કાર્ય કરશે તે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. આ કાર્યક્રમમાં SVNIT ના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ એસવીએનઆઈટીના ઉન્નત ભારત હેઠળના ઉદ્શ્યને વિદ્યાર્થીઓ સમક્ષ મુક્યો હતો. આ પ્રસંગે  કેપી ગ્રુપના સીઓઓ શહીદુલ હસન,  UBA ચેરમેન ડૉ. ક્રુપેશ ચૌહાણ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. વર્ષાબેન શાહ સહિતનાએ પણ વિદ્યેર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કોર્ષ એસવીએનઆઈટીએ દત્તક લીધેલા મોરા, ભટલાઈ, સુંવાલી, રાજગોરી અને જુનાગામના વિદ્યાર્થીઓને તબક્કાવાર આપવામાં આવશે. પહેલા બેચમાં મોટાભાગે મોરા ગામની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેપી ગ્રુપ એસવીએનઆઈટીમાં કેપી સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટડી હાઉસ ખોલવાની દિશામાં પણ કામ કરી રહી છે.

Leave a Reply

Translate »