‘મોદી ઓટો’- આરટીઓમાં વિવાદનું ગોડાઉન એટલે તેના સંચાલકો?!!

સુરતના વેસુ ખાતે રહેતી દિકરી ફોરવ્હીલ કાર સીખવા આવતી હતી અને મોદી ઓટો-સલાબતપુરાનો ટ્રેઈનીંગ આપતો ડ્રાઈવર તેની છેડતી કરતો હતો., અડપલા કરતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે ડ્રાઈવર સામે એક્શન લીધા છે. જોકે, સૂત્રોનું માનીએ તો આ ઘટના કંઈક પહેલીવહેલી નથી આ પહેલા પણ ઘણી દિકરીઓએ આવી ફરિયાદ મોદીઓટોના ડ્રાઈવર અને સંચાલકો સામે કરી હતી! જોકે, તે પોલીસ ફરિયાદ સુધી ન પહોંચી શકી. ઈજ્જતના માર્યે પરિવારજનોએ ડ્રાઈવીંગ સ્કૂલ બદલી નાંખી. જોકે, અન્ય ડ્રાઈવીંગ સ્કૂલ સંચાલકોએ મોદી ઓટો છોડવાનું કારણ પુછતા આ વાત બહાર આવી હતી. હવે આ ઘટનાને ખૂબ જ નિંદનીય અને મોટર ડ્રાઈવીંગ ટ્રેનિંગ ઈન્સ્ટ્ટ્યુટ ઈન્ડસ્ટ્રીઝ માટે લાંછનરૂપ લેખાવી ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કડક પગલાં લેવા ઉપરાંત એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે.

એસોસિયેશનમાં પણ ‘મોદી ઓટો’ની છાપ નામચીન, વેલ્યુ વિનાની !!?

મોટર ડ્રાઈવિંગ એસો.ના સૂત્રોના જણાવ્યાનુસાર મોદી ઓટો નિયમોનું ઉલ્લંઘન કરવામાં માસ્ટર છે. તેના સંચાલકનું તોછડાપણાંની ફરિયાદો અવનવર મળતી રહે છે! નિયમ મુજબ બીજા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ જે વિસ્તારમાં ચાલતી હોય અથવા તો તેમને જે વિસ્તાર એલોટ થયો હોય તે વિસ્તારમાં જ તેઓ પોતાની સેવા આપે છે. પરંતુ મોદીઓટોના સંચાલકો અને ડ્રાઈવરો ખુલ્લી દાદાગીરી કરીને બીજાના વિસ્તારના ગ્રાહકો પણ ખેંચી લે છે અને બીજાના વિસ્તારમાં અતિક્રમણ કરી ત્યાં શીખવવા પહોંચી જાય છે. કહેવાય છે કે, મોદીઓટોની ઘણી ગાડીઓ પણ આરટીઓના નિયમ મુજબ ઓથોરાઈઝ્ડ નથી અને જોખમી રીતે ચલાવાય રહી છે!! આરટીઓમાં ઊંચી પહોંચને કારણે અધિકારીઓ પણ મોદીઓટોના સંચાલકો સામે કોઈ પગલાં લેતા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! હવે છેડતી-અડપલાંની ઘટના બની છે ત્યારે આરટીઓ અથવા પોલીસ વિભાગ તે વેરીફાઈ કરે છે કે તેમ તે જોવું રહ્યું.

(અગાઉ અનેક સ્કેમમાં આ‌વી ચુક્યું છે સંચાલકોનું નામ… તે જાણવા વાંચતા રહો Newsnetworks.co.in)

મોટર ડ્રાઈવર એસો.એ તત્કાલિક આ નિયમો પાળવા હુકમ જારી કર્યો

તારીખ ૨૫-૦૨-૨૦૨૫- .મંગળવારના રોજ સુરતની એક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં એક સ્ત્રી સાથે, ગાડી ચલાવતા શીખતી વખતે ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવર દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા, જેને ધ સૂરજ ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન એ ખૂબ જ શરમજનક અને ગંભીર ઘટના ગણાવી છે. એના અનુસંધાનમાં એસોસિએશન એ સુરત ડિસટીક ની તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો ને નીચે મુજબ વિવિધ પ્રકારના પગલાઓ લેવા આદેશ આપે છે:

૧. દરેક ડ્રાઇવિંગ સ્કૂલના માલિકોએ પોતાના ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરનાં લાયસન્સ તથા આધાર કાર્ડ ની કોપી ફરજીયાત રાખવી પડશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એમનું રજીસ્ટ્રેશન કરાવી દરેક ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરની ચાલચલગત નો દાખલો લેવો ફરજિયાત છે.

૨. ટ્રેનિંગ સ્કૂલની તમામ ગાડીઓમાં, ગાડીની અંદરનું અને બહારનું રેકોર્ડિંગ થાય એવો માઈકવાળો ડેશબોર્ડ કેમેરા રાખવો ફરજિયાત છે.

૩. ટ્રેનિંગ સ્કૂલ ની તમામ ગાડીઓમાં જી.પી.એસ ટ્રેકર રાખવું ફરજિયાત છે.

૪. ડ્રાઇવિંગ શીખવા માટે કોઈપણ સ્ત્રી આવે તો તેને ઘરના કોઈ એક વ્યક્તિને પાછળ બેસાડવા માટે પણ ફરજિયાત છે.

૫. તમામ ડ્રાઇવિંગ સ્કૂલના માલિકો એ ટ્રેનિંગ સ્કૂલમાં ચાલતી તમામ ગાડીઓની આર.સી. બુક ની કોપી તથા ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટર ની આધાર કાર્ડ અને લાયસન્સની કોપી ફરજિયાત પણે એસોસિએશનને જમા કરાવવાની રહેશે.

ધ સુરત ડીસ્ટ્રીક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશને આ ઘટના ની ગંભીર નોંધ લીધી છે અને આવી શરમજનક ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવીને સ્ત્રી સાથે અડપલા કરનાર ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટરને કાયદાકીય કાર્યવાહી કરી સખતમાં સખત સજા આપવા માટે માંગણી કરી છે.

-લિ.
પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ શ્રી,
ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશ

Leave a Reply

Translate »