સુરત જિલ્લામાં ઘરથાળના પ્લોટ ફાળવણીમાં સરકારી તંત્રનું ઉદાસીન વલણ કેમ?

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેતમજૂરો મજૂરો તથા ગ્રામ્ય શ્રમિકો ની ગરીબી નાબૂદ કરવા અને તેઓને રહેણાંક મકાન ધરાવતા થાય અને સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટેની રાજ્ય સરકારની ઘરથાળ મફત પ્લોટની યોજના વર્ષ ૧૯૭૨થી અમલીકરણમાં છે. સુરત જિલ્લામાં બે વર્ષમાં માત્ર ૩ તાલુકામાં આવા લાભાર્થીઓને ૫૮ ઘરથાળ પ્લોટનો તંત્ર લાભ આપી શક્યું છે જ્યારે છ તાલુકાની ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો નું લાભાર્થીઅો નો સર્વે કરવામાં અથવા તો લાભ ઉદાસીન વલણ રહ્યું હોવાનું જાણવા મળે છે.
બારડોલી, માંડવી અને ઓલપાડ તાલુકા સિવાય એક પણ જગ્યાએ લાભ અપાયો નથી
આ અંગે વધુ વિગતો મુજબ ગુજરાતમાં ગરીબી નાબૂદી માટે સરકાર કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે ગરીબોને રહેણાંક મકાન માટે મફત ઘરથાળ પ્લોટ માટેની વર્ષ ૧૯૭૨થી કોંગ્રેસ સરકારના સમયે કાળથી યોજનાના અમલીકરણમાં છે. ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતો દ્વારા સર્વે કરીને લાભાર્થીઓને યાદી તૈયાર કરી તાલુકા કક્ષાએથી લેન્ડ કમિટીમાં યોજનાની ગાઇડલાઇન મુજબ લાભાર્થી ને મફત પ્લોટ ની ફાળવણી કરવામાં આવે છે જેવો ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરી રહ્ના છે અને જમીન વિહોણા અને ભૂતકાળમાં આ યોજના અંતર્ગત તેમના વારસદારોએ લાભ લીધો નથી ઍવા લાભાર્થીને મફત ઘરથાળ ૩૦†૩૦(૧૦૦ વાર) નો પ્લોટ ફાળવી ગ્રામ્ય લેવલે વંચિત જિલ્લામાં વર્ષે ૨૦૧૯-૨૦ માં બારડોલી માંડવી અને ઓલપાડ તાલુકામાં માત્ર ૨૩ ઘરથાળ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જ્યારે અન્ય તાલુકામાં ઍક પણ લાભાર્થી ને લાભ મળ્યો નથી જે તપાસનો વિષય છે વર્ષ ૨૦૨૦-૨૧ માં ઓલપાડ અને બારડોલી તાલુકામાં ૩૫ લાભાર્થીઓને લાભ મળ્યો છે. વધુમાં જિલ્લા પંચાયતના અધિકારીત સૂત્રો મુજબ વર્ષ ૨૦૧૯-૨૦ માં બારડોલી તાલુકામાં ૧૮ લાભાર્થી. માડવી તાલુકામાં ૦૩ લાભાર્થી.અને ઓલપાડ તાલુકામાં માત્ર ૦૨ લાભાર્થી મળી ને કુલ ૨૩ લાભાર્થીઓને લાભ મળ્યો છે. જ્યારે વર્ષ ૨૦૨૦-૨૧ માં ઓલપાડ માં ૧૫ આને બારડોલી તાલુકામાં ૨૦ મળીને કુલ ૩૫ લાભાર્થીઓને લાભ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર વિકાસની અને ગરીબી નાબૂદીની વાત કરે છે ક્યારે આવા ગરીબોને સરકારની યોજનાનો લાભ અપાવવામાં ક્યાં તો તંત્ર ની ઉદાસીનતા જોવા મળી રહી છે બારડોલી. માંડવી અને ઓલપાડ સિવાયના અન્ય ૬ તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોનું સર્વે કરી ગરીબોને લાભ કેમ મળ્યો નથી ઍ તપાસનો વિષય બને છે

તપાસ કરાવી ને લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે ઍ માટે કાર્યવાહી કરીશું

 આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ગઢવી એ મીડીયાને કહ્યુ હતુ કે,  ફાઇલ મંગાવી અભ્યાસ કરી ચોક્કસ તપાસ કરવામાં આવશે બાકીના તાલુકાઓમાં કેમ લાભાર્થીઓને લાભ મળ્યો નથી એ અંગે તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી ક્રમ મંત્રીઓ નું ધ્યાન દોરવામાં આવશે અને સર્વે કરવામાં આવ્યો ના હોય તો સર્વે કરવા પણ જરૂર સુચના આપવામાં આવશે. અને લાભાર્થીઅોને વધુમાં વધુ લાભ મળે તે માટે કાર્યવાહી કરીશું હોવાનુ જણાવ્યું હતું.

લાંબા સમયથી લેન્ડ કમિટીની બેઠક મળી નથીઃ દર્શન નાયક

જિલ્લામાં સૌથી વધારે હળપતિ અને રાઠોડ સમાજના અનુસુચિત જનજાતિના લોકોની વસ્તી છે. સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય તેમજ કોગ્રેસના આગેવાન દર્શન નાયકે આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકાર ગરીબોના ઉત્થાનની વાતો કરે છે ગરીબ લોકોને ઘરથાળના પ્લોટની ફાળવણી નો મુદ્દો અગાઉ સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ ગરીબોની વિરોધી ભાજપ સરકારમાં શાસકો ગરીબોને લાભ આપતા નથી બીજી બાજુ જિલ્લામાં લાંબા સમયથી લેન્ડ કમિટીની બેઠક જ મળી નથી. જિલ્લામાં લેન્ડ કમિટીનું અસ્તિત્વ છે કે કેમ ! એ પણ તપાસનો વિષય બની રહે છે. ગરીબ લાભાર્થીઅો પ્રત્યે અોરમાયુ વર્તન દાખવવામાં આવશે તો આવા ગરીબ હળપતિ અને રાઠોડ સમાજ ને લાભ આપવામાં માટે જિલ્લા કોગ્રેસ દ્વારા અવાજ ઉઠાવી જરૂર પડયે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Leave a Reply

Translate »