પોંક એટલે સુરત. સુરત એટલે પોંક . બંને એકબીજા ના પૂરક. શિયાળા ની મોસમ હોય અને સુરતમાં પોંક નગરી ન લાગે એવું નહિ જ બને. કોરોના કાળ વચ્ચે મળેલી રાહત નો સુરતીઓ લાભ ઉઠાવી રહ્યા છે. ખાવા પીવાના શોખીન સુરતીઓ એ પોંક નગરી મા ભીડ જમાવી હતી. અડાજણ સ્વામી નારાયણ મંદિર ની સામે તાપી નદી તટે આવેલી નવી પોંક નગરીમાં આજકાલ સારી એવી ભીડ જોવા મળે છે. પરિવાર સાથે સુરતીઓ પોંક ની સાથે પોંક વડા, પોંક પેટિસ અને સમોસા ઝાપટી રહ્યા છે. સાથો સાથ પોંક સાથે 4 પ્રકાર ની સેવ, સાકરીયા દાણા તો ખરા જ. પોતીકી ખાણી પીણી ની અનેક વેરાયટી ધરાવતા સુરત માટે એટલે તો કહેવાય છે ને કે સુરત નું જમણ અને કાશી નું મરણ…
આ વખતે ભાવ વધારો..
સુરતીઓ માટે આ વખતે પોંક પાર્ટી નજીવી મોંઘી છે. ગયા વર્ષ સુધી 400 રૂપિયે કિલો વેચાત પોંક આ વખતે 500 રૂપિયે થયો છે. જોકે તેનાથી સુરતીઓ ને કોઈ ફરક પડ્યો નથી ને પોતાની ચાહિતી ચીજ ખાવા તેઓ પરિવાર સાથે ઉમટી રહ્યા છે. ખાસ કરીને રવિવારે પોંક નગરી મા સારી એવી ભીડ જામે છે.
#rajashaikh #Journalist