ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રીની પુત્રીની બોલિવૂડમાં ઍન્ટ્રી

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકના પુત્રી જલદી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. નિશંકના પુત્રી આરુષિ પોખરિયાલ નિશંક પોતાની આવનારી ફિલ્મમાં તાપસી પન્નુ, ભૂમિ પેડનેકર, ર્કીત કુલ્હારી સાથે સ્ક્રિન શેર કરશે. કેટલાક નીકટના લોકોઍ આ જાણકારીની પુષ્ટિ કરતા કહ્નાં કે જે ફિલ્મમાં આરુષિ જાવા મળશે તે ઍક વોર ફિલ્મ હશે. ફિલ્મની કહાની ડિફેન્સની છ જાંબાઝ મહિલા અધિકારીઓની દિલેરી પર આધારિત છે. આ ફિલ્મ ટી સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ફિલ્મ અંગે ટી સિરીઝના અધિકારીઓનું કહેવું છે કે આ ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રીત હશે.

file photo

વોર ફિલ્મોમાં અત્યાર સુધી પુરુષોની વીરતા ઉપર જ ફિલ્મો બનતી રહી છે. મહિલાઓ માટેની બસ ઍક જ રાઝી ફિલ્મ છે. અત્રે જણાવવાનું કે ફિલ્મ અગાઉ ઍક મ્યૂઝક આલ્બમમાં પણ આરુષિ જાવા મળશે. તેણે પોતે ઍ જાણકારી આપી હતી કે ટી સિરીઝ માટે તેણે રોહિત સુચંતી સાથે ઍક મ્યૂઝિક આલ્બમ શૂટ કર્યો છે. ટી સિરીઝ જલદી આ અંગે અધિકૃત જાહેરાત કરશે. કહેવાય છે કે ફિલ્મના દિગ્દર્શન માટે ટી સિરીઝની પહેલી પસંદ ફિલ્મ ઉરીના દિગ્દર્શક આદિત્ય ધર છે. આ અંગે તેમની સાથે વાત પણ થઈ છે. આદિત્ય હાલ રોની સ્ક્રૂવાલા પ્રોડક્શનની ફિલ્મ અશ્વથામાના કામમાં વ્યસ્ત છે.

Leave a Reply

Translate »