બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી મલાઈકા અરોડા તેની ફિટનેસને લીધે ખુબ જ જાણીતી છે. 47 વર્ષની ઉંમરે પણ તે પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ પોતાની ફિટનેસને લઈને ઘણી તસવીરો પણ શેર કરતી રહે છે. હાલ જ સ્વિમિંગ પુલની અંદર યોગા કરતી મલાઈકાની તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.
મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના યોગાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે સ્વિમિંગ પુલની અંદર યોગા કરી રહી છે. ચાહકો આ તસ્વીરને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. સાથે 47 વર્ષની ઉંમરમાં પણ મલાઈકાની આ ફિટનેસ જોઈને ચાહકો હેરાન પણ છે.
મલાઈકાએ આ તસ્વીર શેર કરવાની સાથે એક સરસ મજાનું કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે કે, “આવો નવા વર્ષ ઉપર વર્કઆઉટ અને યોગ રૂટિનને કિક સ્ટાર્ટ કરીને નવા અઠવાડિયાની શરૂઆત કરીએ.” મલાઈકાએ આ તસ્વીરને સોમવારના રોજ પોસ્ટ કરી હતી.
મલાઈકાએ આ ઉપરાંત બીજી પણ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે બિકીનીમાં નજર આવી રહી છે, મલાઈકાના આ અંદાજ અને તેની ફિટનેસને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવે છે.
થોડા સમય પહેલા મલાઈકા ગોવાની અંદર પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પણ રજાઓનો આનંદ માણવા માટે પહોંચી હતી. આ દરમિયાન તે પોતાની બહેન અમૃતા અરોડાના ઘરે રોકાઈ હતી, ત્યાંથી પણ તેને સ્વિમિંગ પુલ ઉપર યોગા કરતી તસ્વીર પોસ્ટ કરી હતી.
મલાઈકા અને અર્જુન કપૂરે હવે જાહેરમાં પણ પોતાના સંબંધોને સ્વીકારી લીધો છે. અરબાઝ ખાન સાથે ડિવોર્સ બાદ મલાઈકા અને અર્જુન કપૂરની ચર્ચાઓ ચાલી હતી, જેના બાદ બંનેએ પોતાના સંબંધને સ્વીકરી લીધો હતો. જેની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી હતી.
મલાઈકાએ આ ઉપરાંત બીજી પણ કેટલીક તસવીરો પણ શેર કરી છે