કીમ ખાતે અકસ્માતની ઘટનામાં યોગ્ય કાર્યવાહીની ઇંટુક દ્વારા માંગણી કરાઈ

સુરત. બુધવારે સુરત ઇંટુકનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રા, પ્રવક્તા શાન ખાન, ઉપપ્રમુખ કરુણાશંકર તિવારી, અલ્તાફ ફ્રુટવાવા સહિતના અગ્રણીઓએ સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું હતું કે સુરત જિલ્લાના કીમ ખાતે માંડવી રોડ ઉપર એક ખુબજ દુઃખ ઘટના બની છે મોડી રાત્રે ફૂટફાટ ઉપર ઊંઘી રહેલા 20 જેટલા પ્રવાસી શ્રમિકોને બેકાબુ બનેલા ડમ્પરે કચડી નાખ્યા હતા જેમાં 15 જેટલા શ્રમિકોનું દુઃખદ મોત નીપજ્યું છે અને કેટલાકને ગંભીર ઈજાઓ આવી છે આકાશની નીચે આશરે 12 ડિગ્રીમાં ઊંઘી રહેલા પરપ્રાંતીય  તમામ શ્રમિકો ગટરના ઢાંકણા ઉપર ઊંઘી રહ્યા હતા તેમને ખબર પણ નહોતી કે ડમ્પર ચાલક કાળ બની આવી જશે અને પંદર જેટલા પરપ્રાંતિય શ્રમિકોનો ભોગ લઇ લેશે. રોજગારી માટે આવેલા શ્રમિકો અહીં છૂટક મજૂરી કરતા હોય છે કોઈ કડિયા કામ તો કોઈ સુગર મિલમાં મજુરી કામ કરે છે પરંતુ રહેવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ તમામ લોકો હાઇવે નજીક ફૂટપાથ પર અથવા તો ગટરના ઢાંકણા ઉપર ઊંઘવા માટે મજબૂર થતા હોય છે પરિવાર મહિલાઓ અને બાળકો આવી જ રીતે દરરોજ એ રોડ પર ઊંઘતા હોય છે. આ ઘટના ખુબજ દર્દનાક છે ભવિષ્યમાં આવી ઘટનાઓના બને તે માટે ગંભીર પગલાંઓ લેવાની જરૂરિયાત છે માટે આ ઘટનાનાં સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા તથા મૃતકોના પરિજનોને 20-20 લાખ રૂપિયાની સહાય તથા ગંભીર રીતે ઇજગ્રસ્તોને 5-5 લાખની સહાય કરવા અમો આપશ્રી સમક્ષ માંગણી કરીએ છીએ.

Leave a Reply

Translate »