ટ્રેનમાં મુસાફરી માટે જતા લોકોઍ ઘરેથી ટ્રેનમાં ચઢતા સુધી પોતાનો સામાન લઈને દોડાદોડ કરવું પડતું હોય છે. પરંતુ હવે રેલવે દ્વારા ઍક નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશમાં સૌથી પહેલા આ સુવિધા અમદાવાદથી આજથી ૨૬ જાન્યુઆરી વચ્ચે શરુ કરવાની યોજના છે. આ પછી બેîગ્લુરુ અને નાગપુરમાં તેની શરુઆત કરવામાં આવશે. જે બાદ ભારતમાં પટણા પહેલું જંક્શન હશે જ્યાં આ વ્યવસ્થા શરુ કરવામાં આવશે.
આ વ્યવસ્થા આવવાથી મુસાફરોને હવે ઘરેથી સામાન લઈને સ્ટેશન જવાની ચિંતામાંથી છૂટકારો મળશે. સાથે સ્ટેશન પર કૂલીના રેટને લઈને થઈ ખેîચતાણથી છૂટકારો મળશે. હવે રેલવે તમારો સામાન ઘરેથી બર્થ અને અન્ય શહેર સુધી પહોંચાડશે. પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર રેલ મંડળે આ સુવિધાને મંજૂરી આપી છે. રિપોર્ટ્સ મુજબ આ વ્યવસ્થા શરુ કરવાની ઍજન્સી બુક ઍન્ડ બેગેજ્સ ડોટ કોમને મળી છે. ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધી પટણામાં તેની શરુઆત થશે.
પ્રવાસીઓઍ ઍજન્સીની ઍપ અને વેબસાઈટ પર બૂકિંગનો વિકલ્પ મળશે. ઍપ ઍન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવી પડશે. બેગની સાઈઝ, વજન અને અન્ય જાણકારી આપવી પડશે. જેના આધારે તેનો ચાર્જ આપવો પડશે. જેના માટે વધુમાં વધુ ૫૦ કિલોમીટર અને ઓછામાં ઓછું ભાડું ૧૨૫ રુપિયા રહેશે. ૧૦ કિલોમીટરનું અંદર અને ઓછામાં ઓછું ૧૦ કિલો બેગનું ઍક તરફનું ભાડું ૧૨૫ રુપિયા થશે. બર્થ સુધી સામાન લઈ જવા માટે કુલી માટે નક્કી કરેલો ચાર્જ આપવો પડશે. ઍકથી વધારે (વધુમાં વધુ ૫) લગેજ હશે તો પહેલા લગેજનું ભાડું ૧૨૫ રુપિય અને બાકી માટે ૫૦-૫૦ રુપિયા ચાર્જ. લગેજના રેપિંગ અને સેનિટાઈઝેશનની સુવિધા પણ ઍજન્સી આપશે. જીપીઍસ સિસ્ટમથી તમે તમારો સામાન ટ્રેક કરી શકશો. સાથે જ સામાનનો વીમો પણ રહશે.