મહારાષ્ટ્ર પોલીસને પડકાર ફેંકનાર શાતિર બદમાશની થાણે પોલીસની ટીમે ધરપકડ કરી લીધી છે. ખોપડી નામના બદમાશે પડકાર ફેંક્યો હતો કે તેને ભગવાન પણ ન પકડી શકે તો પોલીસ શું હસ્તી છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે ખોપડીઍ પોલીસને ઍક બાતમીદારના માધ્યમથી આવો સંદેશ મોકલ્યો હતો. જાકે, હાલ પોલીસને પકડાર ફેંકનાર ખોપડી જેલના સળિયા પાછળ બંધ છે. મને તો ભગવાન પણ ન પકડી શકે, પોલીવાળા તમે તો મને ભૂલી જ જાઓ. ઍક હિસ્ટ્રીશીટર તરફથી મુંબઈ પોલીસને આવો પડકાર ફેંકવામાં આવ્યો હતો. બદમાશી આવો પકડાર ફેંક્યાના થોડા સમય પછી પોલીસે તેને પકડી લીધો હતો અને જેલમાં નાંખી દીધો હતો. પોલીસને બદમાશા પાસેથી ઍક દેશી પિસ્ટલ પણ મળી છે. પોલીસે ધરપકડ કરી છે તે શખ્સનું નામ પપ્પૂ હરિડ્ઢંદ્ર ઉર્ફે ’ખોપડી’ છે. પપ્પૂની ઉંમર ૨૬ વર્ષ છે. પપ્પૂ પોતાના વિસ્તારમાં ’ખોપડી’ના નામથી ઓળખાતો હતો. ખોપડી વિરુદ્ધ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કેસ દાખલ છે. પોલીસ માટે તે હિસ્ટ્રીશીટર હતો. ૨૬ વર્ષીય ખોપડી મુંબઈમાં જ રહેતો હતો. પવઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઍક ગુનામાં પોલીસ તેની ઘણા લાંબા સમયથી શોધી રહી હતી. ખોપડી ૨૦૧૩ના વર્ષથી વૉન્ટેડ હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ’ખોપડી’ ઘરફોડ માટે રૉયલ પામ વિસ્તારમાં આવવાનો છે. પોલીસે ટ્રેપ ગોઠવીને ’ખોપડી’ને પકડી લીધો હતો. પોલીસે ’ખોપડી’ સામે ગેરકાયદે હથિયાર રાખવાની કલમ લગાવી હતી. પોલીસે તેની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પવઈ પોલીસની તપાસ બાદ તેને મુંબઈના અન્ય પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવશે. ઇન્ડિયાટુડેમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ’ખોપડી’ પવઈ ઉપરાંત સાકી નાકા, ઍમઆઈડીસી સહિત પોલીસ સ્ટેશનમાં વૉન્ટેડ હતો.