દિવાળીના તહેવારેમાં તમે ઈલેક્ટ્રીક કાર અને સ્કૂટર ખરીદશો તો તમે જરૂર ફાયદામાં રહેશો. તમે તમારું કોઈ પણ વાહન સ્ક્રેપ કરો છો તો વાહનની કિંમતની સાથે તમને સબસિડી પણ મળશે. દિલ્હી સરકાર તમને આ સબસિડી આપશે. તમે આ સબસિડી માત્ર વેબસાઈટની મદદથી લઈ શકો છો. આ સબસિડી ઈલેક્ટ્રીકલ વ્હીકલ ખરીદવા ઉપર હશે. કેન્દ્રની સબસિડી સાથે દિલ્હી સરકાર વધારાની સબસિડી પણ આપશે. એટલે કે ડબલ ફાયદો ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને મળશે.
આટલી મળશે છૂટ, ડબલ સબસિડીનો લાભ પણ..
દિલ્હીમાં બાઈક ઉપર 30 હજારની છૂટ આપી રહી છે. કાર ઉપર દોઢ લાખની છૂટ. ઓટો ઉપર 30 હજાર સુધીની છૂટ. ઈ રિક્શા ઉપર 30 હજાર રૂપિયાની છૂટ. માલવાહક વાહનો ઉપર 30 હજાર સુધીની છૂટ મળશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ છૂટ કેન્દ્ર સરકાર તરફથી મળનારી છૂટથી અલગતથી મળશે. આ ઉપરાંત સ્કીમમાં સ્ક્રેપિંગ ઈનન્સેન્ટિવ પણ આપવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલ પ્રમાણે દિલ્હીમાં તેમણે મોટા પ્રમાણમાં લોકો પાસેથી મળીને આ વિષય ઉપર ચર્ચા કરીને દિલ્હી ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી તૈયાર કરી છે. આ પોલિસીને નોટિફાઈ કરી દીધું છે. દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોના 100થી વધુ મોડલને દિલ્હી સરકારે સ્વીકૃતિ આપી છે. અત્યાર સુધી 36 નિર્માતાઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ નીતિના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આખા નેટવર્કમાં 98 ડિલર જોડાઈ ચૂક્યા છે.દિલ્હી સરકાર તરફથી સ્વીકૃત 100 મોડલમાં 14 ટુ વ્હિલર, ઈ રિક્ષાના 45 મોડલ અને ફોર વ્હિલરના 12 મોડલ છે. આખી પ્રક્રિયા ઓનલાઈન અને એકદમ સરળ છે. સબસિડીનો દાવો કરનારને માત્ર ત્રણ ચીજો આપવી પડશે. સેલ્સ ઈનવોઈસ, આધારકાર્ડ અને કેન્સલ ચેકની એક કોપી.
આ 100 વાહનોના મોડલ થશે ચાર્જ
-14 ઈલેક્ટ્રિક ટૂવ્હિલર વાહન (હીરો ઈલેક્ટ્રીક, ઓકિનાવા, એમ્પીયર, જિતેન્દ્ર ન્યૂ ઈવી ટેક અને લી આયનો ઈલેક્ટ્રિક)
– 12 ઈલેક્ટ્રિક ફોર વ્હિલર (ટાટા-મહેન્દ્રા)
– ચાર ઈલેક્ટ્રીક ઓટો (2 મહિન્દ્રા, 1 પીઆગો અને 1 સારથી)
– ઈ રિક્શાના 45 મોડલ