અકસ્માત રાેકાે, ફ્લાયઆેવર બનાવાેઃ કામરેજના લાેકાે રસ્તા પર ઉતર્યા


કામરેજના ઉંભેળ ગામ પાસે વાંરવાર સર્જાતા અકસ્માતને લઈને ગામવાસીઆે આજે રસ્તા પર ઉતર્યા હતા અને વર્ષાે જૂની ફલાયઆેવર બનાવવાની માંગણી સંતાેષવા માટે દબાણ ઉભું કર્યું હતું. જાેકે, ભારે હંગામા બાદ વહીવટી તંત્ર દ્વારા બાંયધરી અપાતા લાેકાે શાંત પડ્યા હતા.
કામરેજના ઉંભેળ ગામ પાસે હાઈ વે પર ફલાય ઓવરબ્રિજ ન હોવાના કારણે વાંરવાર અકસ્માતાે થઈ રહ્યાં છે ને ઘણાંને જીવ ગુમાવવાનાે વારાે આવે છે. ગામવાસીઆે દ્વારા છેલ્લા ઘણા સમયથી હાઈ વે ઓથોરિટી અને વહીવટી તંત્રને ફલાય ઓવરબ્રિજ બનાવવા રજૂઆત થઈ છે. પરંતુ કામગીરી ન શરૂ થતાં લોકો અકળાયા હતા અને રસ્તારાેકાે પર ઉતરી આવ્યા હતા. પરિણામે પાેલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા તાત્કાલિક સ્થળ પર પહાેંચીને લાેકાેને
ઉંભેળ ગ્રામ પંચાયત પાસે પહાેંચી સમજાવટથી કામ લીધું હતું. જેમાં 15મી જાન્યુઆરી સુધીમાં કામ શરૂ કરવાની બાયંધરી ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. હાલ ગામવાસીઆે માની ગયા છે પરંતુ નક્કી થયેલા સમય સુધીમાં ફ્લાયઆેવર બ્રિજનું કામ શરૂ નહી થાય તો ફરીથી આંદોલન શરૂ થશે તેવી ચીમકી પણ ઉચ્ચારીહતી.

Leave a Reply

Translate »