- બાળકો સાથે કઠોર વ્યવહાર કરવાથી મગજમાં જે ભાગ ઈમોશન કંટ્રોલ કરે છે તેની પર અસર થાય છે
- રિસર્ચમાં 2થી 9 વર્ષના બાળકોને સામેલ કર્યા
ઘણીવાર પેરેન્ટ્સ બાળકોને મોટા અવાજે ખીજાય છે અને અમુકવાર તો મારે પણ છે. આ બધાની બાળક પર શું અસર થાય છે તે સમજવા માટે મોન્ટ્રીયલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ભેગા મળીને રિસર્ચ કર્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આમ થવાથી બાળકોમાં ડિપ્રેશન અને ગભરામણ વધે છે કારણકે તેની સીધી અસર મગજ પર થાય છે.
આ રીતે રિસર્ચ થયું
રિસર્ચમાં 2થી 9 વર્ષના બાળકોને સામેલ કર્યા. પેરેન્ટ્સનાં ખીજાવા અને મારઝૂડ કર્યા પછી તેમના મગજનું સ્કેનિંગ કરવામાં આવ્યું. બાળકો સાથે કઠોર વ્યવહાર કરવાથી મગજમાં જે ભાગ ઈમોશન કંટ્રોલ કરે છે તેની પર અસર થાય છે. પરિણામે, બાળકમાં ડિપ્રેશન અને ગભરામણ વધે છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, દુનિયાભરમાં પેરેન્ટ્સ બાળકોને ડરાવવા-ધમકાવવાની રીત યોગ્ય માને છે, પરંતુ તેની અસર બાળકો પર ઊંઘી પડે છે. આશા છે, નવા રિસર્ચના પરિણામ પેરેન્ટ્સની મદદ કરશે અને બાળકોને વાતચીતથી સમજાવશે.
બાળકોના ઈમોશનલ ડેવલપમેન્ટ પર અસર
સંશોધક ડૉ. સબરીના સફરેને કહ્યું કે, પેરેન્ટ્સને સમજવાની જરૂર છે કે કઠોર રહેવાથી બાળકોના વિકાસ પર ખરાબ અસર થાય છે. તેની અસર બાળકોનાં સોશિયલ અને ઈમોશનલ ડેવલપમેન્ટ પર થશે.