સુરત (ગુજરાત) (ભારત), 22 એપ્રિલ, 2021: આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે.
આઝાદી પૂર્વે સ્થાપિત બ્રાન્ડ લગભગ 100 વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવે છે અને તેની રચના સામાજિકરણને પ્રોત્સાહન આપવા માટે કરાઇ હતી. વિશિષ્ટ ટેસ્ટ સાથે બ્રાન્ડે પોતાના ગ્રાહકોના હ્રદયમાં વિશેષ સ્થાન હાંસલ કર્યું છે. એક નમ્ર શરૂઆત સાથે આજે સોસિયો એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની છે અને વિશ્વના 15 દેશોમાં ઉપસ્થિતિ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે જાણીતી ટીમ બની છે. આ સહયોગનો હેતુ ટીમને પડકારનો સામનો કરવામાં સપોર્ટ કરવાનો તથા જીવનના દરેક તબક્કે મક્કમપણે રમવા માટે બળ આપવાનો છે. #DrinkBold #DrinkSosyo સાથે ટીમના આદર્શોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાશે.
સોસિયો-હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ અબ્બાસ મોહસીન હજૂરી અને અલીઅસગર અબ્બાસ હજૂરીએ જણાવ્યું હતું કે, ભારતના સૌથી મોટા તહેવાર પૈકીના એક ટી20 ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સ્વાગત કરતાં અમે અત્યંત ખુશી અનુભવીએ છીએ. અમારી સૌથી જૂની અને લોકપ્રિય બ્રાન્ડ સોસિયો સમગ્ર ટી20 સીઝનમાં ડગઆઉટ્સમાં અમારા ખેલાડીઓને રિફ્રેશ કરતાં જોવા મળશે. આગામી સીઝન માટે ટીમને અમારી શુભેચ્છા અને અમે તેમના ઉત્તમ પ્રદર્શન જોવા માટે ઉસાહિત છીએ.
આ ભાગીદારી અંગે વાત કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ રાજેશ વી મેનને જણાવ્યું હતું કે, અમે અમારા સત્તાવાર બેવરેજ પાર્ટનર તરીકે સોસિયો હજૂરી સાથે ભાગીદારી કરતાં ખુશ છીએ. આ ટી20 સીઝન ભરઉનાળામાં યોજાઇ રહી છે ત્યારે સોસિયોની બેવરેજ ઓફરિંગની વિશાળ શ્રેણી ટીમને હાઇડ્રેટેડ રહેવામાં મદદરૂપ બનશે.