વ્યાજઆતંકી શાબીર આણી ટોળકીના આ કારસ્તાનોની તપાસ પણ જરૂરી!?

એજન્સી: સુરત બેગમપુરાના વ્યાજઆતંકી શાબીર શેખને ક્રાઈમ બ્રાંચે પકડ્યા બાદ મહિધપુરા પોલીસને સોંપી દીધો. આમ તો ક્રાઈમ બ્રાંચે આ કેસમાં સીધા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એન્ટ્રી લેવાના બે દિવસમાં શાબીરને છેક મહેસાણાથી પકડવા સાથે ડ્રોન ટેકનોલોજીની મદદથી તેના દ્વારા વ્યાજના બદલામાં ગિરવે લેવાયેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ વાહનો કબજે લઈ સીધો ‘કોડિયો’ મહિધપુરા પોલીસના મોંઢામાં આપ્યો છે, પરંતુ લોકલ પોલીસ પાસે આ લોકોના ત્રાસથી મોતને ભેટેલા ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી 12 દિવસ હોસ્પિટલ હતો તે દરમિયાન અનેક કારસ્તાન ઉઘાડા પાડવાની તક હતી પરંતુ 10 દિવસ બાદ ફરિયાદ લેનાર મહિધરપુરા પોલીસે તે તસ્દી લીધી નથી. આમ તો બેગમપુરામાં ચાલતા કાળા કામો અંગે સ્થાનિક પોલીસ વાકેફ જ ન હોય તે વાત કોઈ માનવા તૈયાર નથી. ઉપરથી શાબીર તેના ભાઈ નિઝામ, મૈય્યુ અને પુત્રો અર્શદ અને અનિષ વર્ષોથી વ્યાજખોરી, બળજબરી ગાડી ખેંચી લેવી, લોનનો એક હપ્તો બાકી હોય તેવી ગાડીઓ ખેંચી લઈ તેને વેચી દેવી અથવા પ્રદેશમાં મોકલી આપવી. ભૂલવા માટેની ગાડીઓ લીકર માફિયાઓને ભાડે આપવા જેવા કારસ્તાનો વર્ષોથી કરી રહ્યાં છે તે વાતથી અજાણ હોય તે પ્રશ્નો લોકો અને ભોગ બનનારા ઉઠાવી રહ્યાં છે!!. મહિધરપુરા પોલીસને એક દિવસનો સમય રિમાન્ડ દરમિયાન મળ્યો છે તે તેનો સદ્ઉપયોગ કરીને ઘણાં કારસ્તાન ઉઘાડા પાડીને બીજા ગુના શાબીર અને તેના ભાઈ-પુત્રો સામે દાખલ કરી શકે છે અને બીજા ભોગ બનનારાઓને પણ ક્રાઈમ બ્રાંચ જેવી ઝડપ સાથે શોધીને તેમની ફરિયાદ પણ લઈ શકે છે!!!

મોડસ ઓપરેન્ડી:

સ્થાનિક અને પોલીસ બેડાના અતરંગ સૂત્રોનું માનીએ તો શાબીર અને તેના ભાઈઓ વાહનો ખેંચી લેવાનું ગેરકાયદે કામ વર્ષોથી કરે છે. લોન ન ભરનારાઓની ગાડી ખેંચીને તેઓ કોઈ પણ એ્નઓસી લીધા વિના બારોબાર વેચી દેતા હતા. ગુજરાત બહાર પણ અનેક ટુવ્હીલ-ફોરવ્હીલ વાહનો તેઓએ સપ્લાય કર્યા હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો કહે છે કે, બોગસ આરસીબુક બનાવતી ગેંગ સાથે પણ તેમની સંડોવણી હોઈ શકે છે!!

બીજુ કે કોઈના પણ નામ વાહનો લોન પર લઈને તે વાહનો તેમજ ગિરવેમાં લીધેલા વાહનો કે ભૂલવાના વાહનો (આ વાહનો ખેંચનારનું કોર્ડવર્ડ છે) નામચીન બુટલેગરોને મહિને 2થી 3 લાખ રૂપિયાના ભાડે આપી દેતા હતા. અગર વાહનનો દારુની ખેપમાં પુરતો ઉપયોગ કરી લેવાયો હોય તો ફરી બુટલેગર ઈચ્છે તો રૂ. 50 હજારમાં આ વાહન પરત લઈ લેતા હતા. અગર વાહન પોલીસના હાથે પકડાય જાય તો જેનું વાહન ખેંચી લાવ્યા હોય તેને છોડાવી પરત આપવાનું કહીં તેની પાસેથી પણ સારી એવી રકમ પડાવી લેતા હોવાનું આ ધંધાના લોકો પાસેથી જાણવા મળ્યું છે.!! ગિરવેની ગાડી કેટલાક સારાં લોકોને પણ આપી હોવાનું તેમજ ‘‘સ્ટાફ’’માં પણ ફરતી હોવાનું કહેવાય રહ્યું છે! કેટલીક ચોરીની ગાડીઓના પણ સોદા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! આ કામમાં સગરામપુરાનો ઈમરાન પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જે અગાઉ ડીંડોલી પોલીસના હાથે પકડાય ચુક્યો છે. જ્યારે કલ્પેશ નામનો શખ્સ કે જેને ચારસો જેટલી ગાડી સાથે પોલીસે પકડ્યો હતો તે કામમાં પણ શાબીર એન્ડ મંડળી સામેલ હોવાની માહિતી સૂત્રો આપી રહ્યાં છે.!!

બધા જ વારાફરતી ટોર્ચર કરતા:

વ્યાજે રૂપિયા લેનારાઓનું કહેવું છે કે, શાબીર અગર વ્યાજે રૂપિયા આપે અથવા ગિરવેના બદલે રૂપિયા આપે તો મહિનાના અંતે પોતે પહેલા ઉઘરાણી કરતો અને તુરંત બાદમાં પુત્રો પણ વારાફરતી વ્યાજ લેવા દબાણ કરતા વ્યાજલેનારના ઘરે કે તે જ્યાં કામ કરતો હોય ત્યાં પહોંચી જઈ ડરાવતા. લગભગ 30 ટકા જેટલું ઊંચું વ્યાજ તેઓ વસૂલતા હતા. મોતને વ્હાલુ કરનાર ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી તે કોવિડ દરમિયાનથી ચુકવતો હતો.

જુગાર રમવા આવનારાઓ પણ ગ્રાહક: સ્થાનિક સૂત્રોનું માનીએ તો શાબીર તેના ભાઈના આંકડા-જુગારના અડ્ડા તેમજ અહીં ચાલતા અન્ય લોકોના અડ્ડા પર હારી જનારાઓને પણ જગ્યા પર માંગે તેટલા રૂપિયા આપતો અને એક દિવસનું 1000 રૂપિયા વ્યાજ વસૂલતો હતો.!! આમ રૂપિયા લેનારનું ફિગર વધતું જતું હતું અને તે તેની ચંગુલમાં ફસાતા જતા હતા!! થોડા દિવસ પહેલા જ એસએમસીએ તેના ભાઈના અડ્ડા પર રેડ કરી હોવાની માહિતી મળી રહી છે.

Leave a Reply

Translate »