આ ફેશન ડિઝાઈનર લાવી દિવાળી પૂર્વે 200 મહિલાઓના જીવનમાં પ્રકાશ

સુરતની એક  ફેશન ડિઝાઇનર ડો. હિના મોદી દ્વારા મહિલાઓને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે,દીવડાઓ પેઇન્ટ કરાવી 200 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડી છે.  આ સરાહનીય કામગીરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે.
દિવાળી આમ તો પ્રકાશનો પર્વ માનવામાં આવે છે,અને દીવડાઓ વિનાની દિવાળી તો અધૂરી લાગે,કોરોના કાલની આ કપરી પરિસ્થિતિ માં પોતાના કારીગરોના જીવનમાં  કામ વિના  અંધારું ના છવાઈ જાય તે હેતુસર સુરતની ફેશન ડિઝાઈનર ડૉ.હિના મોદી દ્વારા દીવડાઓ પેઇન્ટ કરાવી પગભર કરવાનો પ્રયાસ કર્યો છે.હાલ સુધીમાં 10 હજાર થી વધુને દીવડા થકી 200 જેટલી મહિલાઓએ રોજગારી આપી છે અને 15 હજાર જેટલા દીવડાઓ પેઇન્ટ કરવાનો ટાર્ગેટ છે.જેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે.
દિવાળીના આ દીવડાઓ જીવન સેલીના સંદેશ સાથે પેઇન્ટ કરવામાં આવ્યા છે.જેમાં હવા,પાણી,અગ્નિ, પ્રુથ્વી ના એલિમેન્ટ આપવામાં આવ્યા છે.જે ખુબજ સુંદર અને અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે.

Leave a Reply

Translate »