બોલીવુડની સ્ટાર સિંગર નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. સોમવારે પંજાબમાં રિસેપ્સન પાર્ટી આપી હતી. જ્યાં ખૂબ ધૂમ મચી. નેહાએ પંજાબી ગીતો ગાયા અને કપલે સાથે પંજાબી બિટ્સ પર ડાન્સ પણ કર્યો.
પ્રી-વેડિંગ ફેસ્ટિવિટીઝ અને લગ્નની જેમ જ નેહાનો રિસેપ્શન લુક પણ ચર્ચામાં છે.વેડિંગ રિસેપ્શનમાં નેહાએ વ્હાઈટ ચણિયા ચોળી પહેર્યા હતા. આ સુંદર ચણિયા ચોળીની સાથે નેહાએ ડાયમંડ અને ગ્રીન એમરાલ્ડથી જડિત નેકપીસ, ઈયરિંગ્સ અને રિંગ પહેરી હતી. વ્હાઈટ ચણિયા-ચોળીમાં નેહાની જ્વેલરી ખૂબ જ હાઈલાઈટ થઈ રહી હતી.હાથમાં ચૂડો અને માથા પર રોહનપ્રીતના નામનું સિંદૂર લગાવેલી નેહા કક્કડ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
નેહાના રિસેપ્સનમાં ઘણી બધી મસ્તી થઈ. રિસેપ્શનમાં રોહનપ્રીતે બ્લૂ સૂટની સાથે વ્હાઈટ શર્ટને ટીમઅપ કર્યું હતું.નેહા-રોહનપ્રીતે લગ્નના તમામ ફંક્શન્સમાં કલર કોર્ડિનેટેડ આઉટફિટ પહેર્યા હતા. નેહા-રોહનપ્રીતની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.વેડિંગ રિસેપ્શનમાં પોપ્યુલર પંજાબી સિંગર મંકિત ઔલખએ પણ હાજરી આપી હતી. જેણે પંજાબી ગીતો પર નેહા-રોહનપ્રીત પાસે ડાન્સ કરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, નેહા પોતાના સાસરે એટલે કે રોહનપ્રીતના ઘરે સોમવારે પહોંચી છે. સાસરામાં નેહાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ન્યૂલીવેડ કપલે ગાના રસ્મ પણ કરી. નેહાએ પતિ સાથે અંગૂઠી રસ્મ પણ નિભાવી.ગૂઠી રસ્મનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રસ્મમાં કોની જીત થઈ હતી. સિંગર નેહા કક્કડે આ રસ્મ જીતી લીધી હતી. અંગૂઠી મળ્યા બાદ તે ખુશીની ઝૂમી ઉઠી હતી.નેહા-રોહનપ્રીતે 24 ઓક્ટોબરે દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા છે. લગ્નનો વીડિયો અને ફોટા હજુ સુધી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. લગ્નના થોડાં દિવસો પહેલા નેહા-રોહનપ્રીતનું મ્યૂઝિક સિંગલ નેહૂ દા બ્યાહ પણ રીલિઝ થયુ છે.https://www.instagram.com/p/CGw5BoDFdVL/?utm_source=ig_web_copy_link