જીએસટી વિભાગનું ગડબડજાલા: ગરીબ મહિલાને દોઢ કરોડ ભરવા નોટિસ!

સુરતમાં GST વિભાગ દ્વારા પુઠા બનાવીને પરીવારનું ગુજરાન ચલાવતી એક મહિલાને દોઢ કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો બાકી હોવા મામલે એક નોટિસ ફટકારી હતી. GST વિભાગની નોટિસ મળતાં મહિલાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી કારણ કે, તેને કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો કર્યો નથી અને નોટિસ મળી ગઈ છે.  આ બાબતે GST વિભાગમાં ત્રણ મહિનાથી રજૂઆત કરી ધક્કા ખાઈ રહી છે પરંતુ અધિકારીઓ મહિલાની એક પણ વાત સાંભળવા તૈયાર નથી. અધિકારીઓ મહિલાને કહે છે કે, ટેક્ષ તો ભરવો જ પડશે કારણ કે તમારા નામે ટેક્સ બાકી બોલે છે.

મીડીયા રિપોર્ટ મુજબ સુરતના સ્ટેશન વિસ્તારમાં પ્રિયંકા સીટી ગોલ્ડમાં રાધિકા નામની મહિલા તેના સંતાનો સાથે રહે છે. કોઈ વાતને લઈને પતિ સાથે અનબન થતા રાધિકા તેના પતિથી સંતાનોને લઈને અલગ રહેવા લાગી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાધિકા છૂટક કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતી હતી. આશરે ત્રણ મહિના પહેલા રાધિકાના ઘરે સેન્ટ્રલ GST વિભાગ તરફથી એક નોટીસ મોકલવામાં આવી હતી. સેન્ટ્રલ GST વિભાગ દ્વારા રાધિકાને દોઢ કરોડ રૂપિયાનો GST ભરવાનો બાકી હોવાનું જણાવવામાં આવ્યુ હતું. આટલી મોટી રકમનો ટેક્સ ભરવાનો જણાવતા રાધિકા GST વિભાગની ઓફિસે ગઈ હતી અને ત્યાં અધિકારીઓ દ્વારા રાધિકાને કહેવામાં આવ્યું હતું કે, તમારે ટેકસ ભરવો પડશે કારણ કે તમારા નામ પર ટેક્સ બાકી બોલે છે. આ ટેક્સ ઘરની લે-વેચનો અને જે બિઝનેસ તમારા બેંક એકાઉન્ટમાંથી થયો છે તેનો છે. એટલે તમારે દોઢ કરોડ રૂપિયાનો ટેક્સ તો ચૂકવવો જ પડશે.  મહિલાએ અધિકારીઓને જવાબમાં કહ્યું કે, તેની પાસે દોઢ લાખ રૂપિયા નથી તો દોઢ કરોડ રૂપિયા કઈ રીતે ચૂકવી શકશે.? હવે આ મામલે શું નિવેડો આવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Translate »