લાપરવાહીના ઉદ્યોગો: દિવાળી પૂર્વે જ એક જ કારખાનામાંથી 22 કોરોના કેસ મળ્યા

સૌથી મોટા હોટસ્પોટ રહેલા સુરતના હીરા ઉદ્યોગમાંથી ફરી કોરોના કેસ મળવાની શરૂઆત થઈ છે. આશ્ચર્યજનક રીતે એક જ કારખાનમાંથી 22 કોરોના કેસ મળતા તંત્ર ભાગતુ દોડતું થઈ ગયું છે. જોકે, દિવાળી પૂર્વે હીરા ઉદ્યોગ ધંધો કરી લેવાની લ્હાયમાં કેવી લાપરવાહી વર્તી રહ્યાં છે તે વાત પણ ફરી એકવાર સામે આ‌વી છે. એવી જ રીતે ટેક્સટાઈલમ માર્કેટ અને કપડા ઉદ્યોગમાં પણ ફરી કેસ વધી રહ્યાં છે જે ચિંતાજનક બાબત છે.

ગોપીપુરા, તીનબત્તી વિસ્તારમાં  આવેલી ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં કાર્યરત 192 કર્મચારીઓના ઍન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે પૈકી કુલ 22 કર્મચારીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ઍક જ વિભાગમાંથી બે દિવસમાં 22 પોઝિટિવ કર્મચારીઓ મળી આવતાં મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા હીરાનું કારખાનું સીલ કરી દીધું છે. મનપાનું કહેવું છે કે પહેલાની જેમ જ હીરાના કારખાનાઓમાં કોઈ સોશ્યલ ડિસ્ટન્સિંગ (સામાજિક અંતર) રાખવામાં આવતું નથી. મેસમાં કે ટિફિન લઈ આવતા કર્મચારીઓ-રત્નકલાકારો એકસાથે જમતા હોવાનુ સામે આવ્યું હતું . જમતી વખતે બધા એક સાથે હોઈ અને માસ્ક પણ ના હોઈ જેથી જ સંક્રમણ ફેલાયું છે.

ઍન્ટિજેન ટેસ્ટની ઝૂંબેશ દરમિયાન ગત શનિવારે સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ભણસાલી ઍન્ડ કંપની નામક ડાયમંડ ફેક્ટરીમાં તપાસ હાથ ધરી હતી. કુલ 70 ટેસ્ટ શનિવારે કરાયા હતા. જેમાં કુલ 4 પોઝિટિવ કર્મચારી ઓ મળી આવ્યા હતા. કારખાનામાં 200થી વધુ કર્મચારીઓ કામ કરતા હોવાથી આજે ફરીથી સેન્ટ્રલ ઝોનની સ્ટેટિક ટીમ દ્વારા કારખાનામાં ટેસ્ટની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
સોમવારે કારખાનામાં હાજર વધુ 122 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 18 કર્મચારીના ટેસ્ટ રીપોર્ટ પોઝિટિવ મળ્યા છે. સેન્ટ્રલ ઝોનના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી હીરાના કારખાનાને સીલ કરી દીધું છે.

  • હીરા ઉદ્યોગમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે

સિટી વિસ્તાર, કતારગામ, વરાછા વિસ્તારના હીરાના કારખાનામાં બધુ સામાન્ય રીતે ચાલી રહ્યું છે, ત્યાં કોરોના છે જ નહીં તેવી વર્તણૂંક જોવા મળી રહી છે. એક ઘંટી પર ચારથી પાંચ જણા બેસેલા જોવા મળે છે. દિવાળી અને ક્રિસમસની તૈયારી રૂપે હાલ હિરા તૈયાર કરાતા હોવાથી કારખાનેદારો બેધ્યાનપણું વર્તી રહ્યાં છે અને કોરોનાની ગાઈડલાઈનનું ભંગ કરતા જોવા મળી રહ્યાં છે. સુરત મહાનગર પાલિકા પણ પહેલાની જેમ છાપામારી કરતી જોવા નથી મળતી. માત્ર ખાનાપુરતી ચાલી રહી છે. હા, એન્ટિજન ટેસ્ટ કરાય રહ્યાં છે પણ ચેપ ફેલાતો અટકાવવા માટે ઢીલોદૌર મુકી દેવાયો હોય તેવું લાગે છે. માત્ર લોકોને સમજ આપવામાં આવી રહી છે પરંતુ તે પુરતી નથી. મનપા કમિશનર પર લોકોને ભીડ ભેગી ન કરવા, તહેવારોમાં સંયમ રાખવા કહી રહ્યાં છે પણ ફરી કડકાઈ દાખવવાની જરૂર છે નહીંતર તહેવારો બાદ ફરી સુરત આખુ હોટસ્પોટમાં ફેરવાય શકે છે.

ટેક્સટાઈલ માર્કેટમાં પણ રોજ 8થી 15 કેસ સામે આવી રહ્યાં છે

હીરાની સાથે કાપડ ઉદ્યોગમાં પણ ફરી લાપરવાહી કરવામાં આવી રહી છે. કોરોના ગાઈડલાઈનનો ભંગ ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. દિવાળી સુધારી લેવા વ્યાપારીઓ બેધ્યાનપણું વર્તી રહ્યાં છે. સુરત મનપાએ વેપારીઓની ટીમ બનાવી હોવા છતા તેનો ફાયદો થયો હોય તેવું દેખાતું નથી. 24 ઓક્ટોબરથી જ માત્ર હિસ્ટ્રી જોઈએ તો તે દિવસે 8 કેસ, 25મીએ 15 કેસ, 26મીએ 11, 27મીએ 10 કેસ, 28મીએ 10, 29મીએ 8 કેસ, 30મીએ ફરી 10 કેસ, 31મીએ 9 કેસ , 1 ઓક્ટોબરે 13 કેસ અને 2જીએ 4 કેસ સામે આવ્યા છે. એટલે અહીં પણ ફરી કેસ વધવાની શરૂઆત થઈ છે. જે આવનારા સમયમાં ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે અહીં પણ બહારગામથી અવરજવર કરનારા અને પરપ્રાંતીયો કામગારોની સંખ્યા વધુ છે.

  • સુરતમાં અત્યારસુધી 27,123 કોરોનાના કેસ નોંધાયા, ડિસ્ચાર્જ 25315

સુરત શહેરમાં કોરોનાકાળ દરમિયાન (તા. 2 નવેમ્બર 2020 સુધી) 27123 કોરોના કેસ નોંધાયા છે તે પૈકી 25315 દર્દીઓ સારવાર લઈને ઘરે પહોંચી ગયા છે. 144 દર્દી સરકારી હોસ્પિટલોમાં દાખલ છે. સુરતમાં રિકવરી રેટ 93.3 ટકા છે. અત્યારસુધી 731 લોકાેના મોત અધિકૃત આંકડા મુજબ થયા છે. (જોકે, આમ આંકડો મોટો લેખાવાય રહ્યાે છે.

સુરતમાં ઝોનવાઈસ કોરેના કેસના ડેટા

Leave a Reply

Translate »