આ જિલ્લાના પશુપાલકોને પશુપાલન યોજનાઓ હેઠળ લાખોની સહાય અપાઈ

સુરત જિલ્લા પંચાયતના પશુપાલન ખાતાની યોજનાઓ હેઠળ પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન વ્યક્તિલક્ષી યોજનાઓમાં પાવર ડ્રીવન ચાફકટર યોજના અંતર્ગત ૧૧૪ લાભાર્થીને રૂ.૧૭.૧૦ લાખ, મિલ્કીંગ મશીન સહાય યોજનામાં ૨૦ લાભાર્થીઓને રૂ.૬.૭૫ લાખ સહાય આપવામાં આવી છે. સુરત જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને ૨૮ ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ હેઠળ રૂ.૨૨.૪૦ લાખ, બલ્ક મિલ્ક ચિલીંગ યુનિટ યોજના અંતર્ગત પાંચ મંડળીઓને રૂ.૪૬.૯૯ લાખ સહાય આપવામાં આવી છે. તેમજ ત્રણ મંડળીઓને ‘દૂધઘર’ અને બે મંડળીઓના ગોડાઉન બાંધકામ સહાય યોજના અંતર્ગત કુલ રૂ.૨૫.૦૦ લાખ સહાય આપવામાં આવી હોવાનું નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત સુરત દ્વારા જણાવાયું છે.
પશુપાલન ખાતા દ્વારા બકરા એકમ સહાય અંતર્ગત કુલ ૨૫ બકરા એકમ અર્થે રૂ.૧૧.૨૫ લાખ સહાય લાભાર્થીઓને ચૂકવવામાં આવી છે. કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી સહાય યોજનામાં પ્રતિ દેશી વાછરડી દીઠ રૂ.૩૦૦૦ સહાય લેખે કુલ ૭૩ વાછરડીઓ માટે રૂ.૨.૧૯ લાખ સહાય ચૂકવવામાં આવી છે. તથા સુરત જિલ્લા પંચાયત સ્વભંડોળની પશુ સારવાર કેમ્પ દવા ખરીદી યોજનામાં તાલુકા દીઠ એક કેમ્પ માટે રૂ.૩.૧૫ લાખની દવાની ખરીદી કરવામાં આવી છે. તેમજ પશુ ખરીદી સહાય હેઠળ ૮૦ લાભાર્થીઓ માટે રૂ.૪૦.૦૦ લાખ અને કેટલ શેડ સહાય હેઠળ ૮૦ લાભાર્થીઓને માટે રૂ.૪૦.૦૦ લાખનો ખર્ચ થયો છે. પશુ સારવાર માટે એક ટ્રેવિસના રૂ.૪૧૦૦/- લેખે ૩૨ ટ્રેવિસ ખરીદવામાં આવી છે. જે ૩૨ ગામોમાં મૂકવામાં આવી છે.
પશુમરણ માટે સહાય આપવા રૂ.૧.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી ઓલપાડ તાલુકાનાં તેના ગામે થયેલ પશુઓના મરણ માટે સહાય આપવામાં આવી છે. આમ, સર્વાંગી પશુપાલન સાથે ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પારદર્શક રીતે આપીને જિલ્લા પંચાયત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે એમ પશુપાલન શાખા દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Translate »