માનવતા: રક્તની અછતને દૂર કરવા સુરત ફાયર બિગ્રેડના જવાનોએ રક્તદાન કર્યું

1000 જવાનો પૈકી 99 જવાનોએ રક્તદાન કર્યું, જ્યારે કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર કરનારા 20 કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ પણ રક્તદાન કર્યું

સુરત મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે માનવતાની મહેક પ્રસરાવી છે. કોરોનાકાળમાં ખડેપગે કામગીરી કરનારા કોરોના વોરિયર્સ એવા ફાયર બ્રિગેડના જવાનોએ આજે વિશેષરૂપે રક્તદાન કેમ્પ યોજીને સુરતમાં ઊભી થયેલી રક્તની અછતને દૂર કરવાનો ઉલ્લેખનીય પ્રયાસ કર્યો છે અને માનવતાની મિશાલ પુરી પાડી છે.

જુઓ વીડીયો


સુરત વેસુના ફાયર સ્ટેશન સેન્ટરમાં આજથી બે દિવસના કેમ્પનું આયોજન કરાયું હતું. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે હાલ કોરોના કાળમાં રક્તદાન કેન્દ્રોને પડી રહેલી રક્તની અછત દૂર કરવા આ વિશેષ આયોજન કર્યું હતું. જેમાં આજે પ્રથમ દિવસે ફાયર બ્રિગેડના 1000 પૈકી 99 જવાનોએ રક્તદાન કર્યું હતું જ્યારે કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર કરનારા 20 કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ પણ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી છે.  સુરતમાં આ પહેલા પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં પોલીસ જવાનોએ પણ રક્તનદાન કર્યું હતું. સરકારી વિભાગના કર્મચારીઓની પોતાની ફરજની સાથે સામાજિત દાયિત્વ નિભાવવાની પ્રતિબધ્ધતા આ માનવીય કાર્યમાં જોવા મળી રહી છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે તમામ શહેરીજનોને પણ રક્તદાન કરવાની અપીલ કરી છે.

 

Leave a Reply

Translate »