સ્માર્ટ સિટી અમદાવાદમાં ઓટોમેટેડ પબ્લિક ટોઈલેટ મુકી એક નવી પહેલ કરવામાં આવી છે. ઉચ્ચત્તમ હાઈજિન, સ્વચ્છતા અને મહિલાઓની જરૂરિયાતનો આ હાઈટેક ટોઈલેટમાં વિશેષ ધ્યાન રખાયું છે. ત્યાં સુધી કે મહિલાઓ પિરિયડ દરમિયાન અહીંથી સેનેટેરી નેપકિન પણ મેળવી શકે છે. આ રીતે અર્બન આર્કિટેક્ચર ક્ષેત્રે પબ્લિક ટોઇલેટ્સે સર્વિસ અને મેઇનટેનન્સ મેનેજમેન્ટમાં બેંચમાર્ક સ્થાપિત કરાયો છે.
કેવી રીતે થાય છે સંચાલિત?
આ ઓટોમેટેડ પબ્લિક ટોઈલેટની સવલતોની વાત કરીએ તો તેમાં રૂ. 1, રૂ. 2, રૂ. 5 અને રૂ. 10નો સિક્કો તેના સેન્સર પર મુકવાથી તેનો દરવાજો ખુલે છે અથવા તો બટન પુશ મિકેનિઝમ દ્વારા અને વપરાશકર્તાની એન્ટ્રી પર લાઇટ્સ સ્વચાલિત કાર્ય કરે છે. ઉપયોગકર્તાના પ્રવેશ સાથે જ તેમાં લગાવાયેલા સેન્સરના માધ્યમથી પ્રી-ફ્લશ થઈ જાય છે. જ્યારે ફ્લશ પછીની મિકેનિઝમ ટોઇલેટ્સનો ઉપયોગ કર્યા પછી ફરી તેને સ્વચ્છ કરે છે. આ સુવિધા વોટર-બોર્ન ડિસીસની સંભાવનાને પણ ઘટાડે છે. આ ટોઇલેટ્સ એ પ્રવેશ પ્રતિબંધોના માધ્યમથી અદ્વિતીય સ્વચ્છતાને અપનાવી અને પોતાની પ્રમુખ વિશેષતાઓ વચ્ચે સફાઈ પર ભાર મુકે છે. દરેક ટોઇલેટમાં હાજર રહેલા ડસ્ટબિનમાં આ પેડ્સને યોગ્ય નિકાલની પણ જોગવાઈ છે. જો પાણી અથવા વીજળી ન હોય તો પ્રવેશ પ્રતિબંધ સુવિધા આપમેળે વ્યક્તિને ટોઇલેટનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે છે. હેન્ડવોશ અને સેન્સર ઓપરેટેડ હેન્ડ ક્લિનિંગ બેસિન ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી વપરાશકર્તાની સંપૂર્ણ સ્વચ્છતા સુનિશ્ચિત કરે છે. ફ્લોરની પર્ફોરેશન વોટરજેટ દ્વારા દિવાલોની કાર્યક્ષમ સફાઇ સુનિશ્ચિત કરે છે. ખાસ-ડિઝાઇન કરેલા નોઝલથી હાઈ-પ્રેશર વોટર જેટ દ્વારા દબાણયુક્ત દિવાલની સફાઇ, પ્રોગ્રામ કરેલા ઇન્ટરવલ પર સંપૂર્ણ ફ્લોર અને દિવાલની સફાઇ સુનિશ્ચિત કરે છે.
મહિલાઓ માટે સેનેટરી પેડની પણ સુવિધા
આ ટોઇલેટ્સની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં મહિલાઓને માસિક સ્ત્રાવ વખતે તકલીફમાં ન મુકાવું પડે તે માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે.. તેની વંડાલ-ડિટરેન્ટ ડિઝાઇન સુનિશ્ચિત કરે છે કે ટોઇલેટની અંદરના ઉપકરણોને એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પબ્લિત તેમને સરળતાથી ટેમ્પર કરી શકે નહીં. બોટમ લેયર વેન્ટિલેશન સાથે 1.5 મિમી થીક છે અને આમાં વેસ્ટ વોટરના ડ્રાઈનીંગ માટે સ્લેન્ટિંગ શેપ છે. જોકે, આ નવા પરિવર્તનને સ્વીકારવાની અન્ય રાજ્ય સરકારોની તૈયારી તેને વધુ આગળ વધારશે. કોમ્યુનિટી ટોઇલેટ્રસ સ્વચ્છતા લક્ષ્યોને પરિપૂર્ણ કરવા અને COVID-19 ની વચ્ચે પ્રમાણભૂત સ્વચ્છતા અને આરોગ્યના મહત્વ પર લોકોને વધુ જાગૃત બનાવવા તરફ એક પગલું છે. સમાનરૂપથી ટોઈલેટ્સમાંથી નીકળતા કચરા, ગંદવાદનું સેફ મેનેજમેન્ટ પણ કરે છે અને ખૂલ્લી ગટરો, વોટર બોડીસ કે ખુલ્લામાં ડ્રેનેજ વોટર નિર્વહન ન થાય તે માટેની વિશેષ કાળજી આના થકી રાખી શકાય છે.