સચિન જીઆઈડીસી વિકાસ કામોથી ખિલી ઉઠ્યું, કોવિડમાં માનવતાને પ્રાધાન્ય આપ્યું

આમ તો જીઆઈડીસીનું નામ આવે એટલે પ્રદૂષણ, ગંદવાડ અને અવ્યવસ્થાઓ પહેલી નજરે દેખાય આવે પરંતુ સચિન જીઆઈડીસી હવે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં થયેલા કેટલાક ઉદ્યોગલક્ષી વિકાસ કાર્યો અને પર્યાવરણ સુધારા માટેના કાર્યો આંખે ઉડીને વળગે એવા છે. ખાસ કરીને કોવિડ-19 દરમિયાન લગાવાયેલા લોકડાઉનમાં અહીંની ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારા  હજારો મજદૂરો, કર્મચારીઓને બે ટંક જમાડવાની જવાબદારી ઉપાડવી એ નાનીસુની વાત નથી. કોવિડમાં સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટર પણ ઊભું કરાયું.  ઉપરાંત આ કર્મચારીઆેને માદરે વતન પહોંચાડવાનું સેવાકીય કાર્ય પણ અહીંની સત્તાધારી ઉદ્યોગ સહકાર પેનલે કર્યું છે તે સરાહનીય છે.

સચિન જીઆઈડીસીમાં કાર્યરત સચિન ઈન્ડસ્ટ્રીઝ એસોસિયનમાં આમ તો ઈલેક્શન થાય છે અને તેમાં સત્તાધારી પક્ષે વહીવટી તંત્ર સાથે રહીને સુધાર કાર્યો કરવાના હોય છે. જોકે, વિતેલા બે વર્ષમાં આંખે ઉડીને વળગે તેવા વિકાસ કાર્યો થયા હોવાનું લાગી રહ્યું છે.

  1. ખાસ કરીને અહીં પહેલીવાર ગ્રીનરી ઉભી કરવાની દિશામાં પગલા ભરાયા છે. જેમાં અત્યારસુધી રસ્તાઓની બંને તરફ અત્યારસુધી 35 હજાર જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે અને તેનું લગાતાર જતન થઈ રહ્યું છે. જેથી, અહીં ઈન્ડસ્ટ્રીઝને કારણે થતા પોલ્યુશનમાં ઘટાડો કરી શકાય. વૃક્ષો રાેકવાની પ્રક્રિયા લગાતાર જારી રાખવામાં આવી રહી છે.
  2. અહીં વર્ષોથી ફાયર બ્રિગેડ હતું પણ ફાયર બ્રિગેડ માટેનું સ્ટેશન અને બિલ્ડિંગ ન હતું તેનું નિર્માણ કરાવાયું અને સ્ટાફને રહેવા માટેની સુવિધા ઊભી કરાય. ઉપરાંત જૂના 3 બંબા હતા તેમાં વધારો કરી બીજા 3 બંબા ખરીદવામાં આવ્યા. જેથી, જીઆઈડીસીની નાની-મોટી આગ લાગે ત્યારે અહીંથી તુરંત તે ઓલવવાનુ કાર્ય થઈ શકે અને જરૂર પડ્યે સુરત મહાપાલિકાના ફાયર બ્રિગેડને બોલાવી શકાય.
  3. જીઆઈડીસીમાં આમ તેમ રજળતા કેબલોને બદલે 175 કિલોમીટરનું આખુ અંડર ગ્રાઉન્ડ કેબલ નેટર્વક બિછાવવામાં આવ્યું.
  4. ઈન્ડસ્ટ્રીઝમાંથી નીકળતા પ્રદૂષિત પાણીને ચોખ્ખુ કરી વહાવવા માટે અને તેને ફરી ઉપયોગ કરવા માટે 4 એમએલડીનું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાડવામાં આવ્યું.
  5. મુખ્ય રસ્તાઓ પર ડિવાઈડર બનાવાયા અને તેમાં રોપા રોપવામાં આવ્યા. જેથી. ગ્રીનરીની સાથે બંને તરફ બેફામ દોડતા વાહનો પર અંકુશ મુકી ટ્રાફિક નિયમન થઈ શકે. અંધકાર દૂર કરવા સ્ટ્રીટ લાઈટ લગાડવામાં ‌આવી. ઉપરાંત 80થી 100 ટનની કેપિસીટીવાળો રોડન-2નો આખો રસ્તો બનાવાયો. જીઆઈડીસીના અંદરના રોડ કે જે પહેલા ત્રણ મીટરના હતા તેને પાંચ મીટરના કરવાની દિશામાં કામ આગળ વધારાયું છે. ઓફિસ બિલ્ડિંગ પણ બનાવાયું.
  6. બે ભાગમાં આરસીસીની સ્ટ્રોમ ડ્રેનેજ નેટરવર્ક ઊભું કરાયું. હાલ રોડ નં2 પર તે કાર્ય પૂર્ણ થઈ ચુક્યું છે.
  7. જીઆઈડીસીમાં ચોરી ઘટનાઓ વધી હતી તેના પર અંકુશ લાવવા માટે 64 સીસીટીવી કેમેરાનું અલાયદુ નેટવર્ક ઊભુ કરાયું અને તે સચિન જીઆઈડીસી પોલીસ મથક તેમજ નોટિફાઈડ ઓફિસમાં જોઈ શકાય તેવું લિંક અપ કરાયું.
  8. ભારે વાહનોના પાર્કિગનો પ્રશ્ન ઉકેલતા અહીં ત્રણ મોટા પાર્કિંગ ઝોન ઊભા કરાયા.
  9. હવે આગામી દિવસોમાં વર્ષો જૂના વોટર ફિલ્ટર પ્લાન્ટને અપડેટ કરવાનું કાર્ય કરવામાં આવશે ઉપરાંત જીઆઈડીસીના 60 હજાર મીટરના જે કોમન ઓપન પ્લોટ છે તે તમામના ફરતે કંપાઉન્ડ વોલ બનાવીને તેને સુરક્ષિત કરવામાં આવશે.  ઉપરાંત સચિન ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના શાસકો પ્રમુખ રમાબેન મહેન્દ્ર રામોલિયા, ઉપપ્રમુખ મુકેશ સોજીત્રા, સેક્રેટરી નિલેશ કોરાટ, ખજાનચી ગુણવંત શેખલિયા સહિતના હોદ્દેદારો ઉદ્યોગકારોની સુખાકારી માટે પ્રશાસન સાથે મળીને બીજા અનેક આયોજનો કરી રહી હોવાની માહિતી મળી રહી છે.

 

Leave a Reply

Translate »