દિવાળી ની રજાઓમાં સુરતનું આ ફરવાનું સ્થળ રહેશે બંધ

દિવાળીની રજાઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની નજીક આવેલુ લોકોનું મનપસંદ સ્થળ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્થળ છે સુરતમાં ડુમસનો દરિયા કિનારો છે. શનિવાર અને રવિવારની રજામાં બેથી ત્રણ હજાર લોકો ડુમસના દરિયા કિનારે ફરવા માટે જતા હોય છે પરંતુ દિવાળીના વેકેશનમાં 15થી 20 હજાર લોકો ડુમસના દરિયા કિનારે એકઠા થવાના હોવાની ભીતિના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે રજાઓના દિવસોમાં ડુમસના દરિયા કિનારે 15થી 20 હજાર લોકો એકઠા થતા હોય છે ત્યારે ભીડ વચ્ચે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લોકોના હિતને ધ્યાનમાં લઇ સુરત મહાનગરપાલિકાએ દિવાળીના તહેવારોની રજામાં ડુમસના દરિયા કિનારા પર પ્રવાસીઓને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

Leave a Reply

Translate »