સુરતના પત્રકાર સંજીવ ઓઝાએ અઢી વર્ષના બ્રેઈન ડેડ પુત્રના ઓર્ગન દાન કરી માનવતા મહેકાવી

ગુજરાતમાં સૌપ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરીને માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ગુજરાતમાં સૌથી નાની ઉંમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌપ્રથમ ઘટના. આ  સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે

શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. સંજીવ ઓઝા શહેરના હિન્દી, અંગ્રેજી તેમજ ગુજરાતી લિડિંગ અખબારોમાં પોતાની સેવા આપી છે અને હાલ પણ તેઓ પત્રકારિતા ફિલ્ડમાં કાર્યરત છે.

સુરતથી ચેન્નાઈનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું. નોંધનીય છે કે, સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ત્રીસમા હ્રદય અને ફેફસાંના દાનની પાંચમી ઘટના

 

Leave a Reply

Translate »