ગુજરાતમાં કોરોનાના કેસ 890, મોત 7: કેસ ઘટતા રાહત

ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રોજબરોજ નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે તો કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. જયારે સાત વ્યક્તિઓના મોત થયા છે. કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 890 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 2,40,995એ પહોંચી છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4275 એ પહોંચ્યો છે. જ્યારે 1002 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. સાજા થવાનો દર 93.86 ટકાએ પહોંચ્યો છે.

ક્યા શહેરમાં કેટલા કેસ?

આજે રાજ્યમાં 53,539 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 178, સુરત કોર્પોરેશન 128, વડોદરા કોર્પોરેશન 108, રાજકોટ કોર્પોરેશન 58, સુરત 36, વડોદરા 31, કચ્છ 29, મહેસાણા 24, દાહોદ 22, ભરૂચ 20, રાજકોટ 20, ખેડા 19, પંચમહાલ 17, ગાંધીનગર કોર્પોરેશન 15, ગાંધીનગર 14, પાટણ 14, ભાવનગર કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર 13, સાબરકાંઠા 12, જુનાગઢ કોર્પોરેશન 11, અમરેલી 9, આણંદ 9, ભાવનગર 9, મહીસાગર 8, મોરબી 8, અમદાવાદ 7, બનાસકાંઠા 7, ગીર સોમનાથ 7, જામનગર 7, જામનગર કોર્પોરેશન 6, જુનાગઢ 6, નર્મદા 6, પોરબંદર 5, અરવલ્લી 4, વલસાડ 4, દેવભૂમિ દ્વારકા 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, નવસારી 1, તાપી 1 કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Translate »