દેશની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ લીલી ઝંડી દેખાડીને રવાના કરી દીધી. પહેલાં તબક્કામાં ડ્રાઇવરલેસ ટ્રેન મજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી નોઇડાના બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનની વચ્ચે દોડશે.ત્યારબાદ 2021ની સાલમાં પિંક લાઇનમાં 57 કિલોમીટર સુધી ડ્રાઇવરલેસ મેટ્રો દોડાવાની યોજના છે. ડ્રાઇવરલેસ ટ્રેનમાં 2280 પેસેન્જર એક વખતમાં મુસાફરી કરી શકે છે. તેમાં દરેક કોચમાં 380 પેસેન્જર સવાર થઇ શકે છે. દિલ્હી મેટ્રો એ પહેલી વખત સપ્ટેમ્બર 2017ના રોજ ટ્રાયલ શરૂ કર્યું હતું.દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના મતે ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન એક સરખી ગતિએ દોડશે અને ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જાેકે, તે પાટા પર 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનમાં ઓછી વીજળી વપરાશે. ડ્રાઇવલેસ મેટ્રો ટ્રેન માટે નવાવાળા સિગ્નલ સિસ્ટમના લીધે બંને ટ્રેનોની વચ્ચેનું અંતર ઘટી જશે અને મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની ફ્રીરવન્સી પણ સારી હશે. એટલે કે એક ટ્રેન ગયા બાદ બીજી ટ્રેન માટે પેસેન્જરએ વધુ રાહ જાેવી નહીં પડે. ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનના લીધે મેન્યુઅલ ભૂલની સંભાવના ઓછી થઇ જશે. ટ્રેન સંપૂર્ણપણે ઓટોમેટિક રીતે ચાલશે. પરંતુ ઇમરજન્સી માટે ડ્રાઇવર ટ્રેનમાં જ હાજર રહેશે. ઇમરજન્સી સર્વિસ સહિત દરેક પ્રકારના ઓપરેશનને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી શકાય છે. 50 મીટર દૂર ટ્રેક પર કોઇ વસ્તુ હશે તો ટ્રેનમાં આેટાેમેટિક બ્રેક લાગી જશે. એટલે કે આ ટ્રેન વધુ સુરક્ષા પ્રદાન કરશે. ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન જે સ્ટેશનો પરથી પસાર થશે તેના પ્લેટફોર્મ પર સ્ક્રીન ડોર લાગેલા હશે. સુરક્ષાની દ્રષ્ટિથી આ સ્ક્રીન ડોર લગાવામાં આવ્યા છે જેથી કરીને કોઇ ટ્રેક પર ના જઇ શકે. આ ડોર ત્યારે ખૂલશે જ્યારે પ્લેટફોર્મ પર મેટ્રો ટ્રેન આવીને ઉભી રહી જશે.