રાજા શેખ, સુરત (9898034910)
ગુજરાત કાેંગ્રેસ મહાનગરપાલિકાઆેની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. એક દિવસ પહેલા અમદાવાદમાં હેલાે ગુજરાત લાેંચ કર્યા બાદ હવે હેલ્લો સુરત નામથી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેમાં એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. તેના પર કોઈ પણ રજૂઆત કરી શકે છે.જેના માટે લોકોના મનની વાત સાંભળીને તેમની સમસ્યાનો નિકાલ કરાશે. જાેકે, સુરત કાેંગ્રેસે રજૂ કરેલા સંકલ્પ પત્રમાં પાેતાનુ દિમાગ લગાવવાને બદલે દિલ્હી આમ આદમીની સરકારના કામાેની કાેપી વધુ મારી હાેવાનું લાગી રહ્યું છે. 32 નગરસેવકાે ચૂંટાયા છતા તેમના સેન્સ લીધા વિના આ સંકલ્પ પત્ર શહેર કાેંગ્રેસના પ્રમુખ બાબુ રાયકા અને તેમના ભત્રીજા-ભાણિયા તેમજ કહેવાતી થિંક ટેન્ક દ્વારા બનાવાયાે હાેવાનું ફલિત થઈ રહ્યું છે. જેનાથી નારાજગી પણ જાેવા મળી છે. ઉતાવળે આંબાે પકવવાની કાેશિશ જેવાે સંકલ્પ પત્ર એક નવાે સવાે રાજકારણમાં પ્રવેેશેલાે પણ ન બનાવે તેવાે બનાવાયાે હાેવાનાે ગણગણાટ શરૂ થયાે છે. આમ પણ સુરત કાેંગ્રેસમાં હંમેશાથી ખેંચતાણ રહી છે ત્યારે ચૂંટણી પહેલા જ એક દમ સામાન્ય સંકલ્પ પત્રથી પીઢ કાેંગ્રેસીઆેને આશ્ચર્ય થયું છે.
- શું છે સંકલ્પ પત્રમાં
.કાેંગ્રેસના સંકલ્પ પત્રમાં કહેવાયું છે કે જાે તેઆે સુરત મહાપાલિકામાં સત્તા પર આવશે તાે કાેરાેનાની રસી ફ્રીમાં આપશે. જાેકે, તેઆેને એ વાત માલૂમ નથી કે , આ રસી હાલમાં પણ ફ્રીમાં જ આપવાની જાહેરાત મનપા તેમજ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. - સુરત સિટી બસમાં મહિલાઆે, વિદ્યાર્થીઆે, સિનિયર સિટિઝનને વિના મૂલ્યે મુસાફરી કરાવાશે.તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળા સ્માર્ટ બનાવાશે. વાેર્ડ દિઠ ચાર શેરી ક્લીનીક શરૂ કરવામાં આવશે. આમ જાેવા જઈએ તાે આ ત્રણેય મુદ્દે દિલ્હીની આમ આદમી પાર્ટીની નકલ કરવામાં આવી છે. ત્યાં આ યાેજના અમલમાં છે જ. ઉપરાંત દરેક વાેર્ડમાં 3 શાકભાજીના અને 3 ફ્રૂટના સ્ટાેલ બનાવી વાેર્ડના ભાઈઆેને નજીવા દરે તે ફાળવવામાં આવશે. પાંચ રૂપિયામાં ભરપેટ ભાેજન આપવા માટે વાેર્ડ દીઠ બે સુરત રસાેઈ શરૂ કરવામાં આવશે. 10 રૂપિયામાં ભાેજનવાળી યાેજના પણ ગુજરાત સરકારે શરૂ કરી હતી. જાેકે, હવે તે ચાલતી ન હાેવાની વાત જુદી છે અને આવી બીજી એક યાેજના ઝારખંડમાં ચાલતી હાેવાનું માલૂમ પડ્યું છે.
આ ઉપરાંત સંકલ્પ પત્રમાં મનપામાં ખાલી જગ્યાઆે પર 100 દિવસમાં ભરતી કરવી, સુરતની હદમાં નવા સમાવિષ્ટ વિસ્તારાેમાં પ્રાથમિક સુવિધાઆે ઝડપથી આપવા તેમજ પહેલા વર્ષે વેરાે 20 ટકા, પછી 40 ટકા અને પછી જેમ જેમ વિકાસ અને તમામ પ્રાથમિક સુવિધાઆે પુરી પડાશે ત્યારબાદ 100 ટકા વેરાે લેવાની વાત કરાય છે. ઉપરાંત ખાડી પૂરથી રક્ષણ અને પ્રદૂષણ મુક્ત શહેર આપવાની અને કબજા રસીદવાળા મકાનાેને ગુજરાત સરકાર સંકલન સાંધીને દસ્તાવેજ બનાવી આપવાની વાત સંકલ્પ પત્રમાં કરાય છે. સુરત કાેંગ્રેસે શહેરમાં આંતરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ મેદાન આપવાની વાત પણ કરી છે, જાેકે, તેઆે એ ભૂલી ગયા છે કે આેલ રેડી લાલભાઈ સ્ટેડિયમને તેવુ બનાવવાની દિશામાં આગળ વધાય રહ્યું છે.