કાેરાેનાકાળમાં લાંબા સમય બાદ લગભ શૈક્ષણિક સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આવતીકાલે સાેમવારે 11 જાન્યુઆરી 2021થી સમગ્ર રાજ્યમાં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો છે. પરંતુ સેન્ટ્રેલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી સ્કૂલોમાં 11મીએ નહી પણ 18મી જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય શરૂ થશે.
રિપાેર્ટ મુજબ અમદાવાદની CBSE સ્કૂલોના મેનેજમેન્ટ અને આચાર્યોની શુક્રવારે એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગની સ્કૂલો 18મીથી ફિઝિકલ શિક્ષણ શરૂ કરવાની વાત કરાય હતી. શાળાએ જવા માટે વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે આચાર્યાેને જમા કરાવવાની રહેશે. ઘણી શાળાઆેએ આેનલાઈન ફાેર્મ ભરાવી સંમત્તિ મેળવી લીધી છે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે. અમદાવાદ, સુરત સહિતના માેટા શહેરની વિવિધ સ્કૂલોમાં શનિવારથી જ શાળાઓને સેનેટાઈઝેશન કામગીરી કરાય હતી. શાળામાં વિદ્યાર્થીઓને આવકારવા મંત્રીઓને જિલ્લા ફાળવાયા છે. જેઓ પોતાને ફાળવેલા જિલ્લામાં નક્કી કરાયેલ શાળાઓમાં શાળા ખુલવાના સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ફૂલ આપીને આવકારી પ્રોત્સાહિત કરશે.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ રાજ્યના કન્ટેનમેન્ટ વિસ્તારની શાળા-કોલેજો શરૂ કરવામાં નહીં આવે તેમજ આ વિસ્તારના રહેતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ સ્કૂલ-કોલેજ હાજર રહી શકશે નહીં. આ સિવાય વિદ્યાર્થી અને વિષયની ગોઠવણી કરવાની જવાબદારી સ્કૂલ-કોલેજના આચાર્યને સોંપવામાં આવી છે.