• Thu. Mar 28th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

બીજા દિવસે પણ ભાજપ નેતા સામે IT ની કાર્યવાહી જારી, કલામંદિર વાળા કરશે માનહાની નો દાવો

સુરતના ભૂતપૂર્વ આયકર અધિકારીના ઘરે આયકર વિભાગના દરોડા દરમિયાન અનેક નવા ખુલાસા થયા છે કારણકે નોટબંધી સમયે કરોડો રૂપિયાનું કૌભાંડ અને સુરતના વેપારી દ્વારા ટેક્સ ની ચોરી કરી હોવાનો આક્ષેપ કરનાર આ અધિકારીએ સુરતના ઉધોગ પતિને ટેક્સની ચોરી કરવાના કેસમાં સેટલમેન્ટ સાથે સરકારને ચૂનો લગાવી પોતાના ખીસા ભરતા હોવાના અનેક પુરાવા આયકર વિભાગના હાથે લાગ્યા છે. જોકે આ ભુતપૂર્વ અધિકારી પાસે આવેલી મિલકત અંગે આયકર વિભાગ અનેક ઘટસ્પોટ કરી રહી છે, જેમાં મકાન જમીન અને પોતે નોકરી નહિ હોવા છતાં આ મિલકત કેવી રીતે વસાવી છે જેવા અનેક મુદ્દાની આયકર વિભાગ જીણવટ પૂર્વક તપાસ કરી રહ્યું છે.

સુરત આયકર વિભાગનાના પૂર્વ અધિકારી શર્માએ થોડા દીવસ પહેલા દેશના વડા પ્રધાન અને નાણા મંત્રી નિર્મલા સિતારમણને ને એક ટ્વીટ કરી નોટબંધી સમયે સુરતમાં થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની જાણકારી આપી હતી. જોકે આ કૌભાંડની જાણકારી આપતાની સાથે સુરતના એક જવેલર્સનું નામ સામે આવ્યું હતું. જોકે, જ્વેલર્સે આ દાવો ફગાવી દીધો હતો અને ત્યારબાદ આ અધિકારી સામે આક્ષેપ કરતાની સાથે આયકર વિભાગ દ્વારા આ પૂર્વ અધિકારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જોકે આ દરોડામાં પીવીએસ શર્મા પોતે જ ફસાઈ ગયા છે. કારણકે બુધવારના દિવસે આયકર વિભાગની અમદાવાદ અને બરોડાની દ્વારા દરોડામાં અનેક મહત્વના દસ્તાવેજો તેમના હાથમાં લાગ્યા હતા. સુરત આઇટીમાં 90ના દાયકામાં પીવીએસ શર્માનું પોસ્ટિંગ થયું હતું. તેઓ યુનિયનમાં પણ રહ્યા હતા. ઇન્સ્પેકટર તરીકેની કારકિર્દીમાં તેઓ એસેસમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં રહ્યા હતા.

વર્ષ 2001થી 2004માં ઓલ ઇન્ડિયા ગુજરાત સર્કલમાં પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. વર્ષ 2004થી 2007 સુધી ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્સ ઓફિસર્સ ફેડરેશનના ઉપપ્રમુખ પણ રહી ચૂકયા હતા. બાદમાં એમએલએ ઇલેકશન લડવાના ચક્કરમાં વીઆરએસ લઇ લીધું હતું અને બાદમાં ટિકિટ મળી ન હતી. ત્યાર બાદ તેઓ સક્રિય રીતે 2007માં ભાજપમાં જોડાયા હતા.

વર્ષ 2010થી 2015ની ટર્મમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. તેમણે સુરતમાં 2006માં શક્તિ પ્રદર્શન કર્યું હતું.જોકે આ અધિકારી ત્યાંથી દરોડામાં આયકર વિભગાને મળેલા દસ્તાવેજમાં 3 કંપની નામ સામે આવ્યા હતા. પહેલાં દિવેસ જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી છે. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે.આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.

મુંબઇની કુસુમ સિલિકોન કંપનીમાં પીવીએસ શર્માએ નોકરી બતાવી છે, જે કંપનીમાં તેઓ વર્ષ 2011થી જોડાયેલા બતાવાયેલા છે. મહિને દોઢ લાખનો પગાર મળે છે. અને અત્યારસુધી આઠથી નવ વર્ષમાં તેમને 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે. અધિકારીઓ કહે છે કે મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે. કંપનીનો સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી. કંપની શું કરે છે, શર્મા સુરતમાં રહેતા હોય, પગાર કંઇ બાબતનો ચૂકવવામાં આવે છે એની તપાસ થઈ રહી છે.

આ ઉપરાંત કુસુમ ડાઇકેમ નામની પણ એક કંપની મળી છે જેની પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીના માલિક કુસુમ ખંડેલિયા અને કૌશલ ખંડેલિયાના પાર્લેપોઈન્ટ સ્થિત ઘરે પણ દરોડા પડાયા છે. બિલ્ડર ભરત શાહ સાથે પણ એક કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ જોડાયેલા છે. આથી તપાસનો રેલો ભરત અને ધવલ શાહ સુધી પણ પહોંચ્યો છે.

બીજી તરફ ગુરુવારની વહેલી સવારે શર્માએ ઘર નજીકના રસ્તાં પર બેસી આઇટી કામગીરીનો વિરોધ કર્યો હતો. શર્માએ વર્ષ 2005-06 VRS લીધુ ત્યારે ઇન્સ્પેક્ટરનો પગાર સ્કેલ 60 હજારની નજીક હતો. નોકરી છોડ્યાના 15 વર્ષ બાદ હવે તેમનો એક કંપનીમાં પગાર દોઢ લાખ છે, બીજી કેટલી ઇન્કમ છે તે અધિકારીઓ શોધી રહ્યા છે. જાણકારો એક સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કંપની મળી હોય સ્ટાફ હોય તો શેલ કેવી રીતે કહેવાય. બની શકે કે તેમાં મનીલોન્ડરિંગ કે બ્લેકનું વ્હાઇટ કરાતુ હોય.

દરોડામાં ભાગવાનો પ્રયાસ, એક કિલો સોનું પણ મળ્યું

દરોડા દરમિયાન કૌશલ ખંડેલીયા સાથે પણ અધિકારીઓની ચકમક ઝરી હતી. તેને ત્યાંથી એક કિલો બુલિયન, 35 લાખ કેસ અને એફડીના દસ્તાવેજ મળ્યાં છે.
સાડા છ કરોડની લોન બતાવી ઘરમાંથી ત્રણ લાખ મળ્યા, 10 લાખ બેંક એકાઉન્ટમાં, ત્રણ લોકર, ચાર વૈભવી કાર. બંગલો, ફ્લેટ, પ્લોટનો માલિકઅન્ય સંપત્તિઓની તપાસ થઈ રહી છે.

શર્મા ન્યૂઝપેપર પણ ચલાવે છે. સંકેત મીડિયાની ઓફિસે પણ અધિકારીઓ તપાસ કરી છે, જોકે સર્ક્યૂલેશન ઓછું હોવા છતા સરકારની એક જાહેરાત કેવી રીતે આવતી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે PVS શર્મા જે CA હતા તેમની ત્યાં પણ આયકર વિભાગની ટિમ રિંગરોડ પર આવેલ એમ્પાયર બિલ્ડીંગમાં ચોથા માળે રેડી કરવામાં આવી ત્યાંથી પણ કેટલાક કાગળો અને PVS શર્મા ને લગતા દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત સામે આવી છે.

જોકે આ ભુતપૂર્વ અધિકારી અને સુરતના સીએ દ્વારા એક ચેન બનાવી ઉધોગપતિ અને સીએ દ્વારા તેમના ટેક્સની બચત કરી અધિકારી સાથે રાખીને દલાલી કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતા હતા. ત્યારે આગામી દિવસોમાં અનેક ભેદ ખુલી શકે તેમ છે. જોકે ગતરોજ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવી આયકરના અધિકારીઓને ધમકાવાનો પ્રયાસ કર્યો હતો. જયારે આજે માનસિક સમતુલન બગડી જ્ઞાની બતાવી નાટક કર્યુ હતું.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »