સુરત મહાનગર પાલિકાએ વેરા વસુલાતમાં 732.24 કરોડનો ભ્રષ્ટાચાર કરીને પ્રજાને દેવાદાર બનાવી છે અને ખાનગી કંપનીઓને ઘી-કેળા કરાવ્યા હોવાનો આરોપ સુરત આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને કરવામાં આવ્યો છે. આપનું કહેવું છે છે કે, મનપાએ વેરા વસુલાતમાં ખાનગી કંપનીઓ, મોબાઇલ ટાવરો, બેકોં, મિલો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરાની વસૂલાત ન કરીને ભ્રષ્ટાચાર આચર્યો છે. પરિમાણે સામાન્ય જન પર વેરાનો બોજો વધ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ કહ્યું કે, મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને 732.34 કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો બાકી રાખ્યો છે. વેરાનું ઉઘરાણું ન કરીને પાલિકાએ 200 કરોડની લોન લઈને પ્રજાને દેવાદાર બનાવી છે એ શાસકોની અણઆવડત દર્શાવે છે. આપ દ્વારા આરટીઆઈ દ્વારા માહિતી મેળવી આ આરોપ મઢ્યો છે. વર્ષ 2016-17 ની સરખામણીમાં 2020-21 માં 308% નો વેરો થયો છે. જે વર્ષ 2016-17 ની સરખામણીમાં 2018-19 માં 116% નો વેરામા વધારો કર્યો છે.
બાકી વેરો રૂપિયાની વિગત
૧:ઉધના ઝોન- ૧૭.૧૨.૨૦૨૦- રૂ. ૧,૭૮,૭૫,૦૫,૬૦૫
૨:અઠવા ઝોન- ૦૯.૧૨.૨૦૨૦- રૂ. ૮૬,૮૪,૪૭,૬૫૮
૩:રાંદેર ઝોન- ૧૧.૧૨.૨૦૨૦- રૂ. ૩૪,૯૫,૬૫,૫૩૯
૪:વરાછા ઝોન-એ- ૧૦.૧૨.૨૦૨૦- રૂ. ૬૯,૭૮,૮૪,૮૭૪
૫:વરાછા ઝોન-બી- ૧૪.૧૨.૨૦૨૦- રૂ. ૩૯,૬૪,૩૭,૧૮૧
૬:લિંબાયત ઝોન- ૧૭.૧૨.૨૦૨૦- રૂ. ૮૭,૧૬,૧૧,૬૩૧
૭:કતારગામ ઝોન- ૨૦.૧૨.૨૦૨૦- રૂ. ૮૮,૩૫,૮૧,૦૧૨
૮:સેન્ટ્રલ ઝોન- ૧૬.૧૨.૨૦૨૦- રૂ. ૧,૪૬,૮૪,૫૧,૩૦૫
કોની પાસેથી વેરો નથી ઉઘરાવવામાં આવ્યો તેની વિગત
૧) મોબાઇલ ટાવરોના બાકી વેરા- ૭૮,૮૫,૯૮,૪૩૪/-
૨) ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્શીયલ કંપનીઓ પાસેથી બાકી વેરા- ૧૩,૯૬,૫૮,૮૯૫/-
૩) પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પાસેથી બાકી વેરા- ૩,૮૪,૧૭,૪૦૧/-
૪) બેન્કો પાસેથી બાકી વેરા- ૧,૨૪,૯૩,૫૭૭/-
૫) અલગ અલગ ટેનામેન્ટ (રેસિ./કોમ.)- ૬૩૪,૪૩,૧૬,૪૯૯
કુલ- ૭,૩૨,૩૪,૮૪,૮૦૬
❖ વર્ષ ૨૦૧૬-૧૭ ની સરખામણીમાં ૨૦૨૦-૨૧ માં ૩૦૮% નો વેરો થયો
❖ વર્ષ ૨૦૧૬-૧૭ ની સરખામણીમાં ૨૦૧૮-૧૯ માં ૧૧૬% નો વેરામા વધારો કર્યો.
❖ ટૂંકમાં SMC એ ૭૩૨ કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે તે ઉઘરાવવાના બદલે ૨૦૦ કરોડની લોન લઇને સુરતની જનતાને દેવાદાર બનાવેલ છે.
વર્ષ ૨૦૧૬-૧૭ ની સરખામણીમાં ૨૦૨૦-૨૧ માં ૨૦૮% નો વેરામા વધારો કર્યો, તેની સામે ૨૦૧૬-૧૭ થી ૨૦૧૯-૨૦ સરખામણીમાં વેરાની ઉઘરાણીમાં અદાંજીત ૧૪૫% નો વધારો થયો છે. ઉપરોક્ત વિગતો જોતાં વેરા ઉઘરાણીમાં ૬૩% નું ગાબડું પડે છે.
વધુમાં જાદવાણીએ જણાવ્યું હતુ કે, આટલી મોટી માતબર રકમ SMC દ્વારા વસુલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે.