તા.13/01/2021 ને બુધવારના રોજ માગરોલ તાલુકાના મોસાલી ગામ ખાતે સુરત જિલ્લા અને શહેરના નાગરિકોના વાહનોને ભાટિયા તથા કામરેજ ખાતેના ટોલનાકા પર ટોલટેક્સ માંથી મુક્તિ અપાવવા માટે મકસુંદભાઈ માજરા,મનીષભાઈ વસાવા,રીતેશભાઈ ગામીત,ગ્રામ પંચાયત ના સભ્ય મહમ્મદભાઈ કાળા, અનિલભાઈ વસાવા,અકતાફ જીભાઈ,ફારૂકભાઈ ખલિફા,હનીફભાઈ માજરા સહિતના મોસાલીના આગેવાનોની “ના કર” સમિતિના સભ્ય અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક સાથે મિટિંગ યોજાઈ હતી.આ મિટિંગ માં હાજર આગેવાનો એ ના કર સમિતિ ને આંદોલનમાં દરેક રીતે સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી.
દર્શનભાઈ નાયક દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી 15 જાન્યુઆરી પછી સુરત શહેરના દરેક વોર્ડદીઠ માજી કોર્પોરેટર તેમજ સામાજિક આગેવાનો સાથે મળી શહેર દરેક સોસાયટીમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરી આંદોલનને વ્યાપાક બનાવવામાં આવશે તેમજ ના કર સમિતિ દ્વારા આગામી દિવસોમાં નવસારી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ના કર સમિતિ દ્વારા આંદોલનને મજબૂત કરવામાં આવશે અને કાયદાકીય રીતે કોર્ટ માં પણ લડત લડવામાં આવશે.