લોકડાઉન દરમિયાન 37000 વાહનો ટ્રાફિક ક્રેઈનથી ટોઈંગ કરવામાં આવ્યા હોવાનો ટ્રાફિક ડીસીપીનો ખુલાસો ખોટો હોવાનું અને માત્ર 8 જ વાહનો ટોઈંગ થયા હોવાનું એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ નવી કરેલી એક આરટીઆઈ થકી સામે આવ્યું છે!
સુરતમાં લોકડાઉન દરમ્યાન કાયદેસર રીતે ટોઇગ ક્રેનોની કોઈ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને રૂ. 1.20 કરોડ જેવી જંગી રકમ ચુકવણી થયા પછી આર.ટી.આઈ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવા દ્વારા DGP અને ગૃહ મંત્રાલય માં કરેલ ફરિયાદ પછી સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર શ્રીને સોપવામાં આવેલ હતી. જે દરમિયાન તારીખ 22 ઓક્ટોબર 2020ના રોજ ટ્રાફિક ખાતાના નાયબ પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરીષદમાં દાવો કરવામાં આવેલ હતો કે લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા અંદાજે 37000 જેટલા વાહનો ડીટેન કરીને ટોઇંગ કરવામાં આવેલ હતા. જે કામગીરી સામે અગ્રવાલ એજન્સીને બીલ ચૂકવામાં આવેલ છે.
- માત્ર આઠ વાહનો જ ટોઈંગ કરાયા હોવાનો ખુલાસો!!
ફરિયાદી અને આર.ટી.આઈ એક્ટીવીસટ સંજય ઇઝાવા દ્વારા કરેલ RTI અરજીમાં મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલ જવાબમાં ખુલાસો થયો છે કે લોકડાઉન દરમિયાન 37000 વાહનો ડીટેન કરવામાં આવેલ નથી. અને સદર સમયગાળામાં ડીટેન કરવામાં આવેલ વાહનો પૈકી ફક્ત 8 વાહનો ટોઇંગ ક્રેનની મદદ થી ટોઇંગ કરેલ છે. જે પેટે રૂ. 5900/- ના દંડ પણ વસુલ થયો છે.
લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય ના વાહનો રસ્તાપર ખુબ ઓછા હોવા છતાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 22 જેટલી ક્રેન પેટે કરોડો રૂપિયાની ચુકવણી કરી ભ્રષ્ટાચાર કરી હોવાની ફરિયાદ થતા ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમ્બે આઈ.પી.એસ, નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક પોલસ દ્વારા પત્રકાર પરીષદમાં સ્પષ્ટતા આપી કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન 37000 થી પણ વધારે વાહનો ડીટેન કરીને નજીકના ગોડાઉનમાં ટોઇંગ ક્રેનના મદદથી ટોઇંગ કર્યા છે. એટલે અગ્રવાલ અજેન્સીને બીલ પેટે નાણા ચૂકવા પાત્ર છે. પણ અહિયાં RTI માં મળેલ નવા જવાબ મુજબ આ પ્રકારની કોઈ ટોઇંગ થયેલ નથી.તો પછી 37000 વાહનો ટોઈંગ કરાયા હોવાનો જવાબ કેમ આપવામાં આવ્યો તે સવાલ હજી પણ ઊભો છે? શું અભ્યાસ કર્યા સિવાય અને અગ્રવાલ એજન્સીને બચાવવા માટે આવા ખોટા ખુલાસા કરવામાં આવી રહ્યાં છે તે વાતો હવે ઉઠવા પામી છે.