ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશના વિવિધ પ્રદેશો સાથે જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 જાન્યુઆરીના સવારે 11 કલાકે વીડીયાે કોન્ફરન્સના માધ્યમથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં રેલવેને લગતા અન્ય કેટલાંક પ્રોજેકટસનું પણ આ પ્રસંગે ઉદ્ઘાટન કરાશે.આ પ્રસંગે કેવડિયા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ જોડાશે.
વડાપ્રધાન દ્વારા ડભોઇ-ચાંદોદ રૂપાંતરિત બ્રોડ ગેજ રેલવે લાઈન, ચાંદોદ- કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, પ્રતાપનગર- કેવડિયા નવા વિધુતીકરણ રેલ ખંડ તથા ડભોઇ, ચાંદોદ અને કેવડિયા સ્ટેશનોની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઇમારતોને સ્થાનિક તેમજ આધુનિક મુસાફરોની સુવિધાઓ ને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું સૌપ્રથમ રેલ્વે સ્ટેશન છે.
આ ટ્રેનાે શરૂ કરવામાં આવી રહી છે, દેશભરથી લાેકાે સરળતથી સ્ટેચ્યુની મુલાકાતે આવી શકશે….
- ટ્રેન નં- 09103/04- કેવડિયા થી વારાણસી- મહામના એક્સપ્રેસ (સાપ્તાહિક)
- ટ્રેન નં- 02927/28- દાદર થી કેવડિયા – દાદર- કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)
- ટ્રેન નં- 09247/48- અમદાવાદ થી કેવડિયા – જનશતાબ્દી એક્સપ્રેસ (દૈનિક)
- ટ્રેન નં- 09145/46- કેવડિયા થી હઝરત નિઝામુદ્દીન- નિઝામુદ્દીન- કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક).
- ટ્રેન નં- 09105/06- કેવડિયા થી રીવા- કેવડિયા-રીવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
- ટ્રેન નં- 09119/20- ચેન્નઈ થી કેવડિયા- ચેન્નઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
- ટ્રેન નં- 09107/08- પ્રતાપનગર થી કેવડિયા- મેમૂ ટ્રેન (દૈનિક)
- ટ્રેન નં- 09109/10- કેવડિયા થી પ્રતાપનગર- મેમૂ ટ્રેન (દૈનિક)