સુરતમાં 1247 કાેરાેના વાેરિયરને મુકાય રસી, વેક્સિન લેનારે કહ્યું કે ડરવાની જરૂર નથી

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કરો આપવાનો શુભારંભઃ

કોરોનાના અંતનો આરંભ થઇ ચુક્યો છે. કોરોના મહામારી સામેના જંગમાં ભારત વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રધાનમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. કમુરતા ઉતરતાની સાથે જ આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઇ રહી છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોનાની વેક્સિનેશનથી ભારત કોવિડ ફ્રી બનશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સાંસદ સી.આર.પાટીલ તથા મ્યુ.કમિશનર બંછાનિધીએ કોરોના વેકસીનેશનો પ્રારંભ કરાવ્યો હતો.આજે સુરતના સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલનાં 14 વેક્સિન સેન્ટરથી 1400ની જગ્યાએ પહેલા દિને 1247 ને રસી મુકવામાં આવી હતી. ત્યાર બાદ 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે.


આ વેળાએ સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું કે, દેશ સહિત સમગ્ર વિશ્વના અનેક દેશો વેક્સિનની શોધમાં હતા ત્યારે આજે આપણા દેશને સૌથી મોટી સફળતા મળી છે. આપણા વૈજ્ઞાનિકોએ સ્વદેશી વેક્સિન બનાવી છે. સ્વદેશી વેક્સિન ‘કોવિશીલ્ડ’ સરકારની ગાઈડલાઈન દેવામાં આવશે. આ વેક્સિન સંપૂર્ણ પણે ચકાસણી કર્યા પછી સરકારે મંજૂરી આપી છે. કેટલાક લોકો વેક્સિનને લઈને ગેર સમજણ ફેલાવી રહ્યા છે તેવા લોકોથી દૂર રહેવાનું કહીને સ્વદેશી વેક્સિનને સ્વીકારવી જોઈએ.


સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, કોરોનાની વેકસીન આવવાથી શહેર હવે સંપૂર્ણ કોવિડ ફ્રી બનશે. મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રથમ તબક્કામાં 37000 સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલનાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કરોને વેક્સિન આપવામાં આવશે. આજે સુરતના સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલનાં 14 વેક્સિન સેન્ટરથી 1400ની જગ્યાએ પહેલા દિને 1247 ને રસી મુકવામાં આવી હતી. ત્યાર બાદ 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ‘કોવિશીલ્ડ’ વેક્સિન બંન્ને ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે.
બંછાનિંધી પાનીએ વધુમાં કહ્યું કે, સુરતમાં કોરોનાની વિપરીત પરિસ્થિતિના સમયે સુરત મહાનગરપાલિકા અને સમાજની સેવાભાવી સંસ્થાઓ સાથે મળી લોકોની સેવા કરી હતી. લોકડાઉન દરમ્યાન શ્રમિકોને પોતાના ઘર સુધી પહોંચાડવાનું અને રાશન કિટનું વિતરણ સૌથી વધારે સુરત મનપા અને એનજીઓ દ્વારા કરવામાં આવી હતી.


આ વેળાએ રસી લેનાર ફોરેન્સીક મેડિસિન એન્ડ ટોક્સિકોલોઝી વિભાગના પ્રોફેસર એન્ડ હેડ ડો. મોહમ્મદ શેખે જણાવ્યું હતું કે, આજે સ્મીમેર હોસ્પિટલથી કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. વેક્સિનના સંપૂર્ણ ટેસ્ટિંગ થયા છે એટલે કોઈએ ભયભીત થવાની જરૂર નથી. લોકોના મનમાં ડર હોય છે કે વેક્સિન લેવાથી કોઈ આડ અસર તો નહી થાય ને. પરંતુ હું મેડિકલ સાથે જોડાયલો છું એટલે મને ખ્યાલ જ છે કે,, વેક્સિન લેવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. જેથી લોકોએ ભયમુક્ત રહીને વેક્સિન લેવા માટે પોતાનું નામ નોંધણી કરાવવું જોઈએ.
સ્મીમેર હોસ્પિટલના માઈક્રોબાયોલોજીના પ્રોફેસર અને હેડ ડો. મન્નુ આર જૈને ખુશી લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, સંક્રમિત થવા કરતા વેક્સિન લેવી સારી છે. વેક્સિનને લઈને ઘણા લોકોના મનમાં ભય હોય છે કે તેની સાઈડ ઈન્ફેક્શન થશે તો. તેવા લોકોને ગેરસમજ દૂર થાય અને વેક્સિન સંપૂર્ણ કારગર સાબિત થાય એ માટે સૌથી પહેલા વેક્સિન લીધી જેનો ઘણો આનંદ થયો છે. સાંજના 6.૦૦ વાગ્યા સુધીમાં 69 કોરોના વોરિયર્સને રસી અપાઈ હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 108 ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને કોરોના વેક્સિન ડોઝ અપાયો

કોઈ પણ જાતના ડર વિના રસી લેવાનો મત વ્યકત કરતા ફ્રન્ટ લાઇન વોરિયર્સઃ
સુરતઃશનિવારઃ- સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં વેક્સિનેશન પ્રક્રિયાનો આરંભ થઇ ગયો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ હસ્તે વેક્સિનશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાત દિવસ પોતાની પરવા કર્યા વગર લોકોની સેવામાં સમર્પિત કોરોના યોદ્ધા એવા તબીબો, નર્સ, સફાઇ કર્મચારીઓ સહિતના ૧૦૮ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.


સિવિલ હોસ્પિટલમાં ૧૬ વર્ષથી પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે અને કોવિડની શરૂઆતથી જ દર્દીની સેવામાં જોડાયેલા ડો. રાહુલ અરવિંદલાલ મોદીએ પહેલી વેક્લસન લીઘી છે તેઓ પોતે વેક્સિન લઇ અન્ય લોકો પણ આ વેક્સિન લઇ એવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ આપણે કેટલા સમયથી વેક્સિન રાહ જોઇ રહ્યા હતા તો આજે વેક્સિન આવી ગઇ છે તો એ લેવા માટે ડર કંઇ વાતનો? લોકોના ડરને દુર કરવા માટે સૌથી પહેલા અમોએ વેક્સિન લેવાનો નિર્ણય કર્યો અને વેક્સિન લીઘા પછી આનંદની લાગણી અનુભવી રહ્યો છું. વેક્સિન લેવાથી કોઇ આડ અસર થતી નથી. દરેક લોકોને વેકિસન લેવાની અપીલ તેમણે કરી હતી.
સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગના હેડ ડો.પારૂલ વડગામાએ વેક્સિનનો ડોઝ લઇ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે “ વેક્સિનનો ડોઝ લેતા મને મારા પર ગર્વ થઇ રહ્યો છે. મારામાં પહેલાથી જ એન્ટિબોડી બની ચુક્યા છે તેમ છતા પણ લોકોમાં વેક્સિનેશનને લઇને જે ડર છે તેને દુર કરવા માટે વેક્સિન લીઘી છે. વેક્સિન લીઘા બાદ રાહત લાગે છે એની કોઇ આડઅસર થઇ નથી. લોકોને અપીલ સાથે વિનંતી કરતા પારૂલબેને કહ્યું કે, વેક્સિન આપણા સ્વાસ્થ માટે સફળદાયી છે તો દરેક લોકોએ વેક્સિન લેવી જોઇએ જેથી આવનારા સમયમાં આપણે કોરોના જેવી મહામારીથી બચી શકીશું.
૧૦ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે કામગીરી કરતાં અને કોવિડ-૧૯ની શરૂઆતથી જ કોરોના દર્દીને સેવામાં જોડાયેલા આકાશ સુરેશ ગોહિલે વેક્સિનનો ડોઝ લેતા ઇ જણાવ્યું કે “ સિવિલ હોસ્પિટલમાં વેક્સિનશનનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે પ્રથમ દિવસે સર્વન્ટ સ્ટાફમાંથી પહેલા વેક્સિન લેવાનો નિર્ણય કર્યો અને પહેલા વેક્સિન લીઘી છે મને મારી જાત ઉપર ગર્વ થઇ રહ્યો છે. મારા પરિવારને જ્યારે કહ્યું કે, પ્રથમ વેક્સિન હું લઇ રહ્યો છે ત્યારે માતા પિતાએ પણ સમંતિ આપી હતીને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે ગર્વની લાગણી વ્યકત કરતા કહ્યું કે, પ્રથમ વેક્સિન લીઘા બાદ મારા સાથી કર્મચારીઓનો ડર પણ નીકળી ગયો છે અને વેક્સિન લેવા માટે તૈયાર થયા છે. વેક્સિન આપણા માટે સફળદાયી બનશે જેથી તમામ લોકોને અપીલ કરીને કોરોના મુક્ત સુરત બનાવવાની અપીલ તેમણે કરી હતી.
સુરત સિવિલ હોસ્પિટલમાં 2300 જેટલા કર્મચારીઓએ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 100 કર્મચારીઓને વેક્સિન લીઘી છે જેમાં ડોક્ટર, નર્સ, પ્યુન, લિફ્ટમેન, સફાઇ કર્મચારી સહિતનાનો સમાવેશ થાય છે


Leave a Reply

Translate »