પોલિએસ્ટર યાર્ન ઉપર એન્ટી ડમ્પીંગ ડ્યૂટીનાે વિરોધ કરવા વીવર્સ એકજૂથ થયા, લડતના કરશે મંડાણ

વિતેલા ઘણાં વર્ષાેથી પાેલિએસ્ટર યાર્ન ઉપરની એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ઘટાડવા માટે વીવર્સ લડત ચલાવી રહ્યાં છે પરંતુ તેમાં સરકાર તરફથી કાેઈ પ્રતિભાવ નથી મળી રહ્યાે. તાે બીજી તરફ, યાર્નના ભાવવધારાથી પણ વિવર્સ પરેશાન છે ત્યારે તે માટે એક બેઠક ફાેગવા દ્વારા બાેલાવવામાં આવી હતી. જેમાં વિરાેધ અંગેના મંતવ્યાે લેવામાં આવ્યા હતા. બધા જ આગેવાન મિત્રોનો એક જ સુર હતો કે જો એન્ટી ડમ્પીંગ નો યોગ્ય સ્તરે રજુઆત ન કરવા મા આવશે તો યાર્ન વપરાશકર્તા ઉદ્યોગ માટે અસ્તિત્વનો સવાલ ઉભો થશે જેથી આ અંગે લડત કરવા યાર્ન વપરાશ કરતા ઉદ્યોગો તૈયારી રાખવી પડશે.
મિટિંગમા ફોગવાના અશોકભાઈ જીરાવાલા દ્વારા એન્ટી ડમ્પીંગ અંગે ચિંતા વ્યકત કરવામા આવી હતી અને જણાવામા આવ્યું હતું કે જો એન્ટી ડમ્પીંગ ડ્યૂટીના વિરોધમા આગામી સમયમા વિવર્સઓએ લાંબી લડતની તૈયારી રાખવી પડશે.
આ મિટિંગ મા સહયોગ અને માર્ગદર્શન માટે અનિલભાઈ સરાવગી,સુરેશભાઈ ગબ્બર, વિષ્ણુભાઈ, પવન અગ્રવાલ, હરિભાઈ કથરીયા, વિકાસ ભાઈ મિત્તલ, મનોજભાઈ શેઠિયા,વિજય માંગુકિયા, જયંતીભાઈ જોલવા, રાકેશભાઈ અસારાવાલા, નિકુંજ સભાયા,બાબુભાઇ સોજીત્રા અને સંજયભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.

Leave a Reply

Translate »