વાહનાેની પસંદગીના નંબરાે 92 રિ-આેક્શન બાદ પણ કાેઈ લેવાલ નથી ને તંત્ર ફરી આ શું કરવા બેઠું?

સ્ટાેરીઃ રાજા શેખ, સુરત.(98980 34910)

આરટીઆેમાં નાેંધાતા વાહનાેની પસંદગીના નંબરાેને સિલ્વર અને ગાેલ્ડનમાં કેટરાઈઝ કરાયા બાદ વધેલા ભાવાેને પગલે આ નંબરાે લેવા કાેઈ વાહનચાલક તૈયાર નથી ત્યારે વાહનવ્યવહાર કમિશનર કચેરીએ ફરી આ નંબરાેના ભાવાે 60થી 100 ટકા વધારવા એક ડ્રાફ્ટ તૈયાર કર્યાે છે. જાેકે, આ ડ્રાફ્ટ એક મહિના પહેલાનાે છે પરંતુ જાે તે અમલી બનાવી દેવાય તાે વર્ષાે સુધી આ નંબરાે સામે નજર સુદ્ધા કાેઈ કરશે નહીં તે વાત 100 ટકા પાક્કી છે. આમ તાે આવા પસંદગીના નંબરાે વર્ષ 2015 બાદથી તમામ આરટીઆેમાં પડી રહ્યાં છે. તે માટેની રાશિ કાેઈ વાહનચાલક ચુકવવા તૈયાર નથી. જાે સુરતની જ વાત કરીએ તાે અહીંની આરટીઆેમાં આવા નંબરાે કાેઈ વાહનચાલક પસંદ કરીલે તે માટે રેગ્યુલર હરાજીની સાથાેસાથ 92 રિ-આેક્શન કરી નાંખ્યા પણ હજી પણ 56 સિરિઝના 2795 નંબર એવા છે જે પડી રહ્યાં છે. આ માટે અનેકવાર વડી કચેરીએ લખાયું છે પણ તે માટે રસ્તાે કાઢવાને બદલે તંત્ર તેના ભાવાે વધારવા માટેની કવાયતમાં લાગ્યું છે તે આશ્ચર્ય પમાડનારી બાબત છે. બીજી તરફ, અગર આ ડ્રાફ્ટ અમલમાં આવી જાય તાે વાહનધારકે પસંદગીના નંબર માટે પાેતાના ખિસ્સા ખાલી કરવાનાે વારાે આવશે.

  • પસંદગીના નંબરાેના ભાવવધારાનાે ડ્રાફ્ટ શું છે
    આરટી્આેના વર્તુળાેમાં ફરતાે થયેલાે પસંદગીના નંબરાે સિલ્વર અને ગાેલ્ડનમાં ભાવવધારાના ફરતા થયેલા ડ્રાફ્ટ પર જાે નજર કરીએ તાે હાલ ટુવ્હીલરના વાહન માટે તમારે પસંદગીનાે નંબર સિલ્વર કેટગરીમાં લેવાે હાેય તાે તે માટે રૂ.2000 જ્યારે ગાેલ્ડન માટે રૂ. 5000 ચુકવવા પડે છે તે વધારીને વાહનવ્યહાર કમિશનર કચેરી અનુક્રમે રૂ. 3500 અને રૂ. 8000 કરવાનું વિચારી રહી છે. આવી જ રીતે જાે ફાેરવ્હીલરમાં તમારે હાલ સિલ્વર કેટેગરીમાં નંબર લેવાે હાેય તાે તમારે રૂ. 10,000 અને ગાેલ્ડનમાં રૂ. 25000 નક્કી હતા પરંતુ હવે તેને અનુક્રમે રૂ. 15000 અને રૂ. 40,000 કરવા વિચારી રહી છે. ઉપરાંત આ બંને કેટેગરી સિવાય તમારે પસંદગીનાે નંબર લેવાે હાેય એટલે કે રૂટિન નંબર તાે ટુવ્હીલમાં રૂ. 1000ની જગ્યાએ રૂ. 2000 અને ફાેરવ્હીલમાં રૂ. 5000ની જગ્યાએ રૂ. 8000 ડ્રાફ્ટમાં નક્કી કરાયા છે. જાે આ અમલમાં આવી જાય તાે તમારે પસંદગીનાે નંબર વાહન માટે લેવા માટે વધુ ખિસ્સા ખાલી કરવા પડશે અથવા તેનાે માેહ છાેડી જે નંબર રૂટિનમાં આરટીઆે તરફથી આેટાેમેટિકલી સિસ્ટમથી ફાળવી દેવાય તે લઈને સંતાેષ માનવાે પડશે.
    વર્ષ 2015માં બનાવવામાં આવી હતી બે કેટેગરી
    વાહનાેમાં પસંદગીના નંબરાે માટે પહેલા મેન્યુઅલી હરાજી થતી હતી. નવી સિરિઝ બહાર પડે એટલે તમે કે એજન્ટ તમારા નંબર માટે બુકિંગ કરાવે. નક્કી દિવસે આરટીઆેમાં હરાજી થાય અને તેમાં બંધ કવરમાં લખવામાં આવેલી રકમ જે વાહનધારકની વધુ નીકળે તેને નંબર ફાળવી દેવાય. જાેકે, 2015 પહેલા ટુવ્હીલ માટે પસંદગીના નંબર માટે મિનિમમ રકમ રૂ. 500 હતી અને ફાેરવ્હીલ માટે રૂ. 5000 હતી. તેની ઉપર બીડ બાેલાતી હતી. 2015માં વહીવટી તંત્ર જે નંબરાે વાહનધારકાે વધુ લેતા હતા તેવા નંબરાેને સિલ્વર અને ગાેલ્ડન કેટેગરીમાં નક્કી કરી લેવાયા. ફાેર વ્હીલમાં ગાેલ્ડન નંબર જાેઈએ તાે રૂ. 25000 મિનિમમ અને સિલ્વર માટે રૂ. 10 હજાર જ્યારે ટુવ્હીલમાં અનુક્રમે રૂ. 5000 અને રૂ. 2000 નક્કી કરાયા હતા.
    -શું અસર થઈ?
    આરટી્આેનાે રેકાેર્ડ ખંખાેળતા માલૂમ પડે છે કે, 2015માં આ સિસ્ટમ લાવ્યા બાદ આેનલાઈન આેક્શન કરી દેવાયું. જેના કારણે પહેલી જે સિરિઝ ટુવ્હીલરની એમ-જે. આવી તેમાં આરટીઆેને માઑત્ર રૂ. 5.41 લાખની આવક થઈ અને બીજી સિરિઝ એમ-કેમાં 10.41 લાખ આવક થઈ. જાેકે, ત્યારબાદ સારથી સાેફ્ટવેર આવતા આેનલાઈન આેક્શન કરાતા તે આવક ઘટીને 3.81 લાખ જ મળી. એવી જ રીતે ફાેરવ્હીલના આેક્શનમાં પણ થયું. કહીં શકાય કે આરટીઆેને આનાથી થતી આવકમાં લાંબાે ફટકાે પડ્યાે અને તે આજદીન સુધી પડી રહ્યાે છે. ઉપરાંત જે ખૂબ જ પસંદ પડાતા હતા તે સિલેક્ટેડ નંબરાે ભાવવધારાને કારણે પડી રહે છે. વારંવાર રિઆેક્શન કરવા છતા તે નંબરાે કાેઈ લેતું નથી.
    -ક્યા એવા નંબરાે છે જે પહેલા ફટાફટ ઉપડી જતા હવે તેને કાેઈ સુંઘતું નથી
    1234, 123, 786, 9000, 9090, 111, 11, 333, 4444, 456, 100થી 1000 , 2000, જેવા આંકડા, 5555, 5454, 3636, 1188, 10,20,30 જેવા હજારાે નંબરાે કે જે સિલ્વર, ગાેલ્ડન કેટેગરીમાં આવી જવાથી કાેઈ લેતુ નથી. આવા 2700થી વધુ નંબરાે છે જે 56 ઉપરાંત નવી સિરિઝ નીકળી ચુકી છે પણ કાેઈ ખરીદતું નથી. સુરત આરટીઆેએ તાે તે કાેઈ વાહનધારક ખરીદી લે તે માટે 92 જેટલી રિ-આેક્શન પણ કરી છતા તે ભાવવધારાને કારણે કાેઈ ઉપાડતું નથી. સિલ્વર ને ગાેલ્ડન કેટેગરીમાં વર્ગીકૃત કરાતા તેને સામાન્ય રૂટિન નંબરાેની જેમ આરટીઆે ફાળવી પણ નથી શકતી. જેથી, લાખાેની ખાેટ આરટીઆેને જઈ રહી છે. આવા પડી રહેતા નંબરાે માટે સરકાર અને વહીવટી તંત્ર કાેઈ રસ્તાે કાઢે તે જરૂરી હાેવાનું જાણકારાે માની રહ્યાં છે. નહીં તાે આેક્શન અને રિ-આેક્શન ચાલતા જ રહેશે પણ આ નંબરાે આમ તાે 6 વર્ષ પડી રહ્યાં છે અને આવનાર વધુ વર્ષાે પણ પડી રહે તાે નવાઈ નહી.

Leave a Reply

Translate »