સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ

સુરતથી કોલકાતા જઈ રહેલી ઇન્ડિગો ની એક ફ્લાઇટને રવિવારના ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી અને ટેકનિકલ ખામીના કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. આ વિમાનમાં 172 મુસાફરો હતા. વિમાનને રાજા ભોજ એરપોર્ટના પાર્કિંગ એરિયામાં બપોરે 12:15 વાગ્યે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરીને તેની ટેકનિકલ ખામી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ઇન્ડિગોની આ ફ્લાઇટ સુરતથી કોલકાતા જઈ રહી હતી. ઉડાણ દરમિયાન પાયલટને તેમાં ટેકનિકલ ખામી લાગી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખતા પાયલટે ભોપાલ એર ટ્રાફિક કંટ્રોલ રૂમ સાથે સંપર્ક સાધ્યો અને ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. ત્યારબાદ તરત જ ફ્લાઇટને રાજા ભોજ એરપોર્ટ પર લેન્ડ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી. વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને કહેવામાં આવ્યું કે, તમારે કેટલાક સમય માટે રાહ જોવાની રહેશે.
વિમાનની ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ટેકનિકલ ખામી દૂર કરાયા બાદ વિમાનને કોલકાતા રવાના કરવામાં આવશે. .

Leave a Reply

Translate »