નવી દિલ્હી. ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી દાઉદ ઇબ્રાહીમ હાલ ભારે ડરનો સામનો કરી રહ્ના છે તેથી તેણે પોતાના પરિવારના ખાસ સભ્યોને પાકિસ્તાનની બહાર ગુપચુપ મોકલી દીધા છે. ભારતના યાસોના પરિણામે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી પાકિસ્તાન પર આતંકી નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા ભારે દબાણ છે. હાલમાં જ ઇમરાન સરકારે જૈશના વડા મસુદ અઝહર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવી પર લાલ આંખ કરી છે. આ પછી દાઉદ ભારે ડરી ગયો છે અને તેણે પરિવારને બહાર મોકલી દીધો છે. ભારતના ગુચર સૂત્રોઍ જણાવ્યુ છે કે દાઉદે પરિવારના જે સભ્યોને પાકિસ્તાન બહાર મોકલી દીધા છે તેમા પુત્ર અને બે નાના ભાઇના બાળકો સામેલ છે. આ પહેલા દાઉદે પોતાની મોટી પુત્રી મહારૂખ માટે પોર્ટુગલ પાસપોર્ટની વ્યવસ્થા કરી હતી. તેણીના લગ્ન મિયાદાદના પુત્ર જુનેદ સાથે થયા હતા. દાઉદ અત્યારે કરાંચીથી પોતાનો વેપલો ચલાવી રહ્ના છે. દાઉદનો નાનો ભાઇ મુસ્તકીમ અલી કાશકર પહેલેથી દુબઇમાં છે.