જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો, મોદીએ કર્યું ઈ-લોકાર્પણ

આજથી જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળી ગયો છે. PMના હસ્તે આયુર્વેદ યુનિ.નું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે આયુર્વેદ સંશોધન, તબીબી સારવાર, શિક્ષણને વેગ મળશે. આ સાથે ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપી છે.

દેશમાં આર્યુવેદના એક લાખ વેલનેસ સેન્ટર શરૂ કરાશે: પીએમ

લોકાર્પણ બાદ પીએમ મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં WHOની કામગીરી મહત્વની છે. આજે WHOએ ભારતને મોટી જવાબદારી સોંપી છે. જેથી ગ્લોબર સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન ભારતમાં બનશે. આયુર્વેદના વિસ્તારમાં માનવજાતની ભલાઈ છૂપાયેલી છે. આયુર્વેદ ભારતનો વારસો છે. કોરોના કાળમાં આયુર્વેદ ઉત્પાદનોની માગ વધી છે. જેથી દેશમાં 1.5 લાખ વેલનેસ સેન્ટર શરૂ થશે.

ગુજરાત માટે ગર્વની વાત: રૂપાણી

મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું છે કે, ગુજરાત અને દેશ માટે આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતને મળતી આ ભેટ ખૂબ ગર્વની વાત છે. જામનગરમાં ITRA અને રાજકોટમાં એઇમ્સ આરોગ્ય ક્ષેત્રે બે સક્ષમ સંસ્થાની ગુજરાતને ભેટ મળી છે. આ પ્રસંગે WHO ના પ્રતિનિધિએ પણ વીડિયોના માધ્યમથી આયુર્વેદ દિવસ પર શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. આયુષ મંત્રાલય 2016થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે. આ વર્ષે તે 13 નવેમ્બરે આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામા આવી રહ્યો છે.

Leave a Reply

Translate »