વડાપ્રધાન મોદી અને મુખ્યપ્ર­ધાનો પણ કોરોનાની રસી લેશે

નવી દિલ્હી. ભારતમાં રસીકરણના બીજા ચરણમાં વડા­ધાન નરેન્દ્ર મોદી પણ કોરોનાની રસી લે તેવી સંભાવના છે. બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ માટે વડા­ધાન સાથે રાજ્યોના મુખ્યમંત્રીઅોની બેઠક યોજાઇ હતી જેમાં પીઍમઍ જણાવ્યું હતું કે, કોઇઍ ગભરાવાની જરૂર નથી, બીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હશે તે તમામનું રસીકરણ કરવામાં આવશે.
વેક્સિનેશનના બીજા તબક્કામાં કેટલાક મુખ્યમંત્રીઅો સહિત ૫૦થી વધુ ઉંમર ધરાવતા તમામ સાંસદો અને ધારાસભ્યો પણ રસી લે તેવી શક્યતા છે. દેશમાં હાલમાં રસીકરણનો પ્ર­થમ તબક્કો ચાલુ છે જેમાં ૭ લાખથી વધુ આરોગ્યકર્મીઅોને રસીનો ­પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આરોગ્યકર્મીઅોનું સંપૂર્ણ રસીકરણ કરાયા બાદ બીજા તબક્કો શરૂ કરાશે. બીજા તબક્કામાં લશ્કર, અર્ધલશ્કર દળના જવાનો સહિત ૫૦થી વધુ ઉંમરના લોકોનું રસીકરણ હાથ ધરાશે. જા કે બીજા તબક્કો ક્યારથી શરૂ થશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી .

Leave a Reply

Translate »