• Fri. Mar 22nd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

ઈડીએ મહારાષ્ટ્રના ડે.સીએમ અજીત પવારની પત્ની દ્વારા સંચાલિત સુગર ફેક્ટરી કરી જપ્ત

મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે EDએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની દ્વારા સંચાલિત 65.75 કરોડની સુગર મિલને જપ્તકરી છે. મળતા અહેવાલો મુજબ, ED દ્વારા વધુ નવ સુગર મિલ અને કેટલાક રાજકીય નેતાઓ સામે કાર્યવાહી શરૂ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી સંસ્થા દ્વારા વર્ષ 2010 માં મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ મામલે FIR નોંધવામાં આવી હતી અને તેના આધારે મની લોન્ડરિંગનો કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ કેસમાં ED એ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વિરુધ્ધ કાર્યવાહી કરી છે. પવાર પરિવારની 65.75 કરોડ રૂપિયાની સુગર મિલ જપ્ત કરાઈ છે. આ સંપત્તિમાં કોરેગાંવના ચિમનગાવ ખાતે અજિત પવારની પત્નીની સુગર મિલની જમીન, મકાન, મશીન અને પ્લાન્ટ સામેલ છે. જ્યારે, આ મામલે અજિત પવારે મીડીયાને કહ્યું કે તેમને આ મામલે ED તરફથી કોઈ સૂચના મળી નથી. ED નો આરોપ છે કે, મહારાષ્ટ્ર સહકારી બેંક કૌભાંડ થયુ તે સમયે અજિત પવાર રાજ્ય સહકારી બેંકના નિયામક મંડળમાં સામેલ હતા. હરાજી સમયે ગુરુ કોમોડિટી સર્વિસીસ લિમિટેડ દ્વારા આ સ્થળ ખરીદાયું હતું. ED ના જણાવ્યા મુજબ, આ સંપત્તિ પરત મેળવવા માટે અજિત પવારે તેની પત્ની સાથે મળીને બનાવટી કંપની બનાવી હતી અને તે જ સમયે સુગર મિલ દ્વારા સહકારી ખાંડ ફેક્ટરીના નામે કોઓપરેટિવ બેંકમાંથી 700 કરોડની લોન લીધી હતી.

2010 માં જરાંદેશ્વર સહકારી સુગર મિલની થઈ હતી હરાજી

મુંબઈ પોલીસની આર્થિક ગુનાની સંસ્થાએ વર્ષ 2010 માં આ કેસમાં FIR નોંધી હતી. તેના આધારે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ED એ જણાવ્યું કે, 2010 માં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંકે જરાંદેશ્વર સહકારી સુગર મિલની હરાજી કરાઈ તે સમયે જાણી જોઈને તેની કિંમત નીચી રાખવામાં આવી હતી. હાલ ED નો આરોપ છે કે, આ સંપત્તિ પરત મેળવવા માટે અજિત પવારે તેની પત્ની સાથે મળીને બનાવટી કંપની બનાવી હતી અને સુગર મિલ દ્વારા સહકારી ખાંડ ફેક્ટરીના નામે કોઓપરેટિવ બેંકમાંથી 700 કરોડની લોન પણ લેવામાં આવી હતી.મહત્વ પૂર્ણ છે કે, શરદ પવારના પરિવારે પણ આવી ઘણી સુગર મિલો તેમના નામે લીધી છે. ત્યારે ED એ આ મામલે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »