• Sat. Mar 23rd, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

લબાડ કામગીરી અંગે ઈકાેવિઝનને આરાેગ્ય વિભાગે દસ-દસ નાેટીસાે ફટકારી છતા કેમ છાવરી રહ્યું છે?

  • સ્ટાેરી: રાજા શેખ – 9898034910

” Committed to True Zero Waste ” અર્થાત શૂન્ય કચરા માટે ખરી રીતે પ્રતિબદ્ધ એવાે થાય છે અને આ ટેગલાઈન મુજબ ચાલતી ઇકોવિઝન એન્વાયરમેન્ટલ રિસોર્સિસ એલએલપીને આશ્ચર્ય વચ્ચે લબાડ, અનિયમિત કામગીરી, કચરાનાે ભરાવાે અને તેનાે યાેગ્ય નિકાલ ન કરવા બદલ સુરત મહાનગર પાલિકાના આરાેગ્ય વિભાગ-સાેલિડ વેસ્ટ વિભાગે અત્યારસુધી લગાતાર દસ-દસ નાેટીસ પાઠવી છે. તેમાં સાવચેતી નાેટીસ, જાણ નાેટીસ, કારણદર્શક નાેટીસ, બ્લેક લિસ્ટ કરવાની ચીમકીની નાેટિસ અને કાેન્ટ્રાક્ટ કેમ રદ ન કરવાે સહિતની નાેટીસાે સામેલ છે. જાેકે, એ વાત અલગ છે કે પર્યાવરણ બચાવાે અને સાેલિડ વેસ્ટ-પ્લાસ્ટિક વેસ્ટ નિકાલ મામલે અતિ ગંભીર, હા સાચું જ વાંચી રહ્યાં છાે તમે અતિ ગંભીર એવી સુરત મહાનગર પાલિકાએ માત્ર નાેટીસ-નાેટીસ રમવા સિવાય કાેઈ કડક કાર્યવાહી કરી નથી. હકાલપટ્ટી કરવાની ધમકી જરૂર આપી પણ આજદીન સુધી ન સુધરેલા આ કાેન્ટ્રાક્ટરને ઘરે બેસાડવાની હિંમત નથી કરી. ખૂબ જ આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, મનપા કમિશનરની વિઝિટમાં પણ આ મહાશય એક પણ નિયમ પાળતા જાેવા મળ્યા નથી એવાે નાેટીસમાં બકાયદા ઉલ્લેખ છે પણ રાેકર્ડ પર કાર્યવાહી મેઈન્ટેન કરીને તેને કાેઈ અકળ કારણાેસર છાવરી લેવાયા છે. મનપાના આરાેગ્ય વિભાગના ઢીલા ઢાેલ વગાડવાની નીતિને કારણે જ હજી પણ નિયમાેની સરેઆમ ધજિયા ઉડાવાય રહી છે. શાસકાે પણ હિસાબ લેવામાં ચુકી રહ્યાં હાેવાની પ્રતીતી થઈ રહી છે. શંકા એ પણ ઊભી થઈ રહી છે કે એક પણ નિયમ ન પાળવા છતા શું શાસકાેના આશિર્વાદથી ઈકાેવિઝનને ચલાવવામાં આવી રહ્યા છે? માેકળુ મેદાન આપવામાં આવી રહ્યું છે?
સુરત મહાનગર પાલિકાએ ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેકશનમાં આવતા કચરામાંથી પ્લાસ્ટિક વેસ્ટ અલગ કરીને તે જ જગ્યા પણ ઊભા કરવામાં આવેલા અલગથી શેડમાં ભેગાે કરીને તેનાે રાેજેરાેજ નિકાલ કરવા માટે ઈકાેવિઝનને 20 વર્ષ માટે નહીં નુકશાન, નહીં નફાના ધાેરણે કામગીરી સાેંપી છે. પરંતુ ઈકાેવિઝનને અપાયેલી આ દસ-દસ નાેટીસાેમાં લખાાયું છે તે મુજબ જાેઈએ તાે મનપાના ડાેર ટુ ડાેરના 8 ટ્રાન્સફર સ્ટેશનાે પર પ્લાસ્ટિક વેસ્ટ-રિસાઈકલેબલ વેસ્ટ એકત્રિકરણ અને નિકાલની કામગીરી અનિયમિત છે. મનપાના વહીવટી અને આર્થિક હિતમાં તમારા કારણે બાધા ઊભી થાય છે. તમારી અનિયમિત, નિયમ ભંગ મુજબની કામગીરીને કારણે સુરત શહેર સ્વચ્છતા સંબંધિત છબી પર ખરાબ અસર ઉભી થવાની પૂરેપૂરી સંભાવના છે. તમારા ટ્રાન્સફર સ્ટેશનના કર્મચારીઆે આરાેગ્ય નિરીક્ષકાે-સહ નિરીક્ષકાેને સહકાર આપતા નથી.
નાેટીસમાં અન્ય રૂટિન કારણાે સાથે આવા ગંભીર કારણાે પણ લખાયા છે પરંતુ મનપાના આરાેગ્ય વિભાગ દ્વારા ખુલાસા સિવાય કાેઈ કડક કાર્યવાહી કરી હાેવાનું રેકાેર્ડ પર નથી. તેની પાછળના કારણાે ઘણાં હાેઈ શકે. અકળ પણ હાેય શકે. પણ તે હકિકત તાે છે જ.

(પાર્ટ-7)

નીચે દર્શાવેલાે વીડીયાે તાજાે જ છે અને તે લબાડ કામગીરીનાે પુરાવાે કહી શકાય

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »