કોરોનાના કારણે અટકી ગયેલા DA (ડેઈલી એલાવન્સ) માટે કેન્દ્રીય કર્મચારીઓએ હવે લાંબો સમય ઇંતેજાર કરવો પડશે નહિ. સપ્ટેમ્બરથી DAના નાણાં મળવાનું શરૂ થશે. આ દરમિયાન આગળના મહિનાઓના પગારમાં છેલ્લા ત્રણ હપ્તાની બાકી રકમ આપવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમના સેક્રેટરીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ કર્મચારીઓના DA તેમના મૂળ પગારથી 31% વધારવામાં આવશે. આ ફેરફાર સાથે તેમને 7750 રૂપિયા સુધી પગારમાં વધારો મળી શકે છે.
રિપોર્ટ મુજબ સાતમા પગાર પંચ અંતર્ગત પગારની ગણતરી માટે કર્મચારીના બેઝિક સેલેરી પર DA ની ગણતરી કરવી પડશે. ઉદાહરણ તરીકે કોઈનો બેઝિક સેલેરી રૂ 25,000 છે તો તેનો DA 25,000 ના 31% વધશે. એટલે કે કુલ રૂ 7750 મળશે. એ જ રીતે અન્ય કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ સાતમા સીપીસી પે મેટ્રિક્સ(7th CPC Pay Matrix)માં અલગ હશે. અત્યારસુધી મોંઘવારી ભથ્થું 17 ટકાના દરે ચૂકવવામાં આવતું હતું. કેન્દ્રીય કર્મચારીઓને 30 સપ્ટેમ્બરના રોજ મળનાર પગારમાં છેલ્લા ત્રણ હપ્તામાં જૂન 2021 થી વધારાયેલ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. બીજી તરફ જુલાઇ અને ઓગસ્ટમાં પણ બે મહિનાના એરીયર મળશે જો સૂત્રોની વાત માનીએ તો જૂન 2021 માં પણ 3 ટકા DA વધવાનું છે. આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 14 ટકાનો વધારો થશે. ગયા વર્ષે ડીએમાં વધારો કોરોના મહામારીને કારણે અટકાવ્યો હતો પરંતુ જુલાઈથી લાભની જાહેરાત કરાઈ છે. આ સાથે 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે.