પરમબીર 8.54 કરોડ, જ્યારે અનિલ દેશમુખ 7.16 કરોડની સંપત્તિનો માલિક; સચિન વઝે પાસે 8 લક્ઝુરિયસ કાર અને 3 કંપની

પરમબીર 8.54 કરોડ, જ્યારે અનિલ દેશમુખ 7.16 કરોડની સંપત્તિનો માલિક; સચિન વઝે પાસે 8 લક્ઝુરિયસ કાર અને 3 કંપની

  • આ કેસ અંગે બોમ્બે હાઇકોર્ટે એક બીજી પિટિશન પર દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપ્યો

સચિન વઝે કેસમાં ફસાયેલા મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ 100 કરોડ રૂપિયા વસૂલી કરાવવાનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ અંગે બોમ્બે હાઈકોર્ટે એક બીજી પિટિશન પર દેશમુખની CBI તપાસ કરવા આદેશ આપ્યો છે. ત્યાર પછી દેશમુખે એ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

CBI આ બાબતે મંત્રી પર આક્ષેપ કરનાર પરમબીર સિંહ સાથે પૂછપરછ હાથ ધરશે. હવે અમે તમારી સમક્ષ આ કેસમાં સંડોવાયેલાં ત્રણ પ્રમુખ પાત્રો એવા પરમબીર સિંહ, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને ધરપકડ કરાયેલો આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સચિન વઝેની પ્રોપર્ટી ડિટેલ્સ રજૂ કરીશું.

પરમબીર સિંહ, DG હોમગાર્ડ, પ્રોપર્ટી 8.54 કરોડ
પરમબીર સિંહ પાસે હરિયાણામાં એક ખેતીલાયક જમીન છે, જેની કિંમત 22 લાખ રૂપિયાની છે. આ જમીનથી તેમને વાર્ષિક 51 હજારની આવક થાય છે. 2003માં તેમણે મુંબઈના જુહુ વિસ્તારમાં 48.75 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે આ ફ્લેટની કિંમત 4.64 કરોડ રૂપિયાની છે, જેમાંથી તેમને વાર્ષિક 24.95 લાખની આવક મળે છે. તેમની પાસે જુહુમાં પણ એક પ્રોપર્ટી છે, જોકે એની કિંમત તેમણે જણાવી નહોતી. પરમબીર સિંહની માસિક આવક 2.24 લાખ રૂપિયા છે.

નવી મુંબઈમાં 3.60 કરોડનો ફ્લેટ
આ ફ્લેટ તેમણે​ 2005માં નવી મુંબઈ ખાતે 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે આની અત્યારની કિંમત 2.24 કરોડ રૂપિયા જણાવી હતી. આ ફ્લેટ તેમના અને તેમની પત્ની સવિતાનાં નામ પર છે, જેમાંથી તેમણે વાર્ષિક 9.60 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત થાય છે. ચંદીગઢમાં તેમના ઘરની કિંમત 4 કરોડ રૂપિયા છે, જે તેમના 2 ભાઈનાં નામ પર છે. પહેલા આ ઘરના તેમના પિતા હોશિયાર સિંહના નામ પર હતું. હરિયાણાના ફરીદાબાદમાં તેમની પાસે જમીન છે, જેની કિંમત અત્યારે 14 લાખ રૂપિયા છે. આ જમીન પરમબીર સિંહના નામ પર જ છે, જે તેમણે 2009માં ખરીદી હતી.

અનિલ દેશમુખ પાસે 7.16 કરોડ રૂપિયાની પ્રોપર્ટી
પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે 7.16 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. ચૂંટણી દરમિયાન તેમણે જમા કરાવેલા દસ્તાવેજો પરથી આ વાતની જાણ થઈ હતી. એમાં 27 લાખ રૂપિયાની ખેતીલાયક જમીનો છે. બિન-ખેતીલાયક જમીનની કિંમત 12.54 લાખ રૂપિયા છે. એક વાણિજ્યિક બિલ્ડિંગ છે, જેની કિંમત 1.64 કરોડ રૂપિયાની છે. આ તમામ જમીનો મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં છે. મુંબઈના વરલી અને નવી મુંબઈ વિસ્તારમાં તેમની પાસે એક-એક ફ્લેટ છે, જેની કિંમત 3.53 કરોડ રૂપિયા છે.

2002માં વરલીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો
વરલીમાં સ્થિત એક ફ્લેટને તેમણે 2002માં 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે 2013માં નવી મુંબઈ વિસ્તારમાં 23 લાખ રૂપિયામાં અન્ય એક ફ્લેટ ખરીદ્યો હતો. આવી જ રીતે તેમની પાસે અન્ય જમીનો પણ છે, જેની કિંમત 1.59 કરોડ રૂપિયા છે. આ જમીનો તેમની પત્ની અને તેમનાં નામે છે. આમ, કુલ મેળીને તેમના નામની પ્રોપર્ટીની કિંમત 3.07 કરોડ રૂપિયા છે અને તેમનાં પત્નીના નામે જેટલી પ્રોપર્ટી છે એનિ કિંમત 4.08 કરોડ રૂપિયા છે.

સચિન વઝે પાસે 3 કંપની અને 8 લક્ઝુરિયસ ગાડી
પોલીસે જેની ધરપકડ કરી છે તેવા પોલીસ અધિકારી સચિન વઝે 3 કંપનીનો માલિક છે, જેમાં મલ્ટીબિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકલીગલ સોલ્યુશન્સ અને ડીજી નેક્સ્ટ મલ્ટીમીડિયાનો સમાવેશ થાય છે. શિવસેનાના 2 નેતા સંજય માશેલકર અને વિજય ગવઈ તેમના પાર્ટનર્સ પણ છે. સચિન વઝે પાસે 8 ગાડી છે. તેની સાથે ઈટાલિયન બેનેલી કંપનીની સ્પોર્ટ્સ બાઈકની કિંમત 7-8 લાખ રૂપિયા જણાઈ રહી છે. આમ, તમામ 8 લક્ઝુરિયસ કાર અને 1 બાઈકની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. વઝે થાણે સ્થિત આવેલા જે ફ્લેટમાં નિવાસ કરે છે એની કિંમત 1 કરોડ રૂપિયા છે. સચિન વઝેની માસિક આવક 70 હજાર રૂપિયા છે.

અમિતાભ ગુપ્તા, પુણે પોલીસ કમિશનર – સંપત્તિ 19.50 કરોડ
અમિતાભ ગુપ્તાને કોણ નથી ઓળખતું! જ્યારે તેઓ ગૃહ વિભાગના સચિવ હતા ત્યારે તેમના એટલા માટે હટાવાયા હતા કે તેમણે યસ બેન્ક અને PMC બેન્ક કૌભાંડમાં સંડોવાયેલા DHFLના વાધવાન પરિવાર અને અન્ય 25 લોકોને ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન વિશેષ પત્ર આપીને ખંડાલાથી મહાબળેશ્વર મોકલી દીધા હતા, જેના માટે તેમણે ઓફિશિયલ લેટરહેડ પર યાત્રીઓનાં નામ અને 6 ગાડીઓની માહિતી આપી હતી. અમિતાભ ગુપ્તાએ વાધવાનને પોતાનો મિત્ર જણાવ્યો હતો, તેથી આની ફરિયાદ સરકારને પ્રાપ્ત થતાં તેમને તાત્કાલિક ધોરણે હટાવી દેવાયા હતા. જોકે કેટલાક દિવસો પછી તેમને પુણેના પોલીસ કમિશનર બનાવી દેવાયા હતા. અત્યારે તેઓ ત્યાં જ છે.

બાન્દ્રામાં 4.50 કરોડનો ફ્લેટ
2005માં અમિતાભ ગુપ્તાએ 35 લાખ રૂપિયામાં મુંબઈના બાન્દ્રામાં એક ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટની કિંમત અત્યારે 4.50 કરોડ રૂપિયા છે, જે તેમની પત્ની જુગનૂ અને પોતાનાં નામ પર છે. આનાથી તેમને 31.65 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. પુણેમાં તેમની પાસે 792 વર્ગમીટરની જમીન છે. એને તેમણે 2015માં 3.46 કરોડ રૂપિયાની કિંમતે ખરીદી હતી. આ જમીનની અત્યારે 4.5 કરોડ રૂપિયા કિંમત છે, જે તેમની પત્ની અને દીકરાનાં નામ પર છે.

સાંતાક્રૂઝમાં 10.5 કરોડ રૂપિયાનો ફ્લેટ
મુંબઈના સાંતાક્રૂઝમાં એમની પાસે 2,220 વર્ગ ફૂટનો વિશાળ ફ્લેટ છે. જે તેઓએ 9.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂરો થશે. અત્યારે આ ફ્લેટની કીંમત 10.5 કરોડ રૂપિયા છે. આ સંપત્તિની માલિકી જૂગનુ, એ પોતે અને દીકરા તથા એમના પિતાના નામ પર છે. આ ફ્લેટ તેઓએ સમર રેડિયસ રિયલ્ટી પાસેથી ખરીદ્યો છે. જોકે આ કંપની પણ 5 વર્ષ જૂની છે. જેમાં તેઓએ પાર્ટ પેમેન્ટના રૂપે 90 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »