દીકરીને કોરોના થતાં માતાએ જમવાનું છોડ્યું, જનરલ હોસ્પિ.માં બેડ નહીં મળતાં સારવારના અભાવે મોત

સુરતમાં કોરોનાગ્રસ્ત માતાનું મોત:દીકરીને કોરોના થતાં માતાએ જમવાનું છોડ્યું, જનરલ હોસ્પિ.માં બેડ નહીં મળતાં સારવારના અભાવે મોત; કોરોનાગ્રસ્ત દીકરીની હાલત ગંભીર
  • માતાને કોરોના થતાં જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા
  • બેડ નહીં હોવાથી ટેમ્પરરી સારવાર કરી પણ બીજે ખસેડે તે પહેલા જ માતાનું મૃત્યુ થયું

કોરોના સામે સ્મીમેરમાં જંગ લડી રહેલી દીકરીની ચિંતામાં વૃદ્ધ માતાએ જમવાનું છોડી દીધું હતું અને નાની દીકરી પોતાની મોટી બહેનની સ્થિત જાણવા આમતેમ હવાંતિયા મારી રહી હતી.દરમિયાન માતાની તબિયત લથડતા માતાને સુરત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

‘અન્ય હોસ્પિટલમાં ખસેડો, અહીં પૂરતા બેડ નથી’
ડાયાબિટીસ પેશન્ટ માતાની તબિયત બગડતા સુરત જનરલ હોસ્પિટલ પહોંચેલી દીકરી કશું કમજી શકે એ પહેલા જ માતાની તબિયત વધુ બગડી હતી અને માતાને તાત્કાલિક ઓક્સિજન આપવાનું શરુ કરવામાં આવ્યું હતું. જોકે સુરત જનરલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે માતાને કોઈ અન્ય હોસ્પિટલમાં ખસેડી દો અમારી પાસે બેડની પૂરતી વ્યવસ્થા નથી.

દીકરીની હાલત પણ ક્રિટિકલ
દીકરીએ સ્મીમેર હોસ્પિટલનો સંપર્ક કરતા ત્યાંથી પણ એમ જ કહેવામાં આવ્યું કે હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ છે તમે દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જાઓ. જોકે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા માટે તૈયારીઓ શરૂ કરતાની સાથે જ માતાની હાલત વધુ બગડી હતી અને સુરત જનરલ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. સ્મીમેરમાં કોરોનાના દર્દી તરીકે દાખલ નાની બહેનને માતાના મોતની જાણ જ નથી અને દીકરી અત્યારે ક્રિટિકલ છે અને કોરોના સામે લડી રહી છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »