કોલકાતા : મૃતક વ્યક્તિના બેîકમાં સ્ટોર કરાયેલા સ્પર્મ પર કોનો હક્ક? મૃતકની પત્નીનો, કે પછી તેના પિતાનો? કોલકાતા હાઈકોર્ટમાં આ પ્રકારના ઍક પેચીદો મામલો સુનાવણી માટે આવ્યો. જેમાં મૃતક યુવકના પિતાઍ કોર્ટ સમક્ષ યાચિકા કરી હતી કે પોતાનો વંશવેલો આગળ વધારવા માટે તેમના દીકરાના સ્પર્મ તેમને સોંપવામાં આવે. વૃદ્ધનું કોર્ટમાં પહોંચવાનું કારણ ઍ હતું કે તેમની પુત્રવધૂ તેના માટે તૈયાર નહોતી, અને પુત્રવધૂની સહમતિ વિના સ્પર્મ બેîક તેમને તેમના દીકરાના સ્પર્મ આપવા માટે તૈયાર નહોતી.
સ્વ. યુવક મૂળ પડ્ઢિમ બંગાળનો હતો, અને તેણે દિલ્હીની ઍક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવક પહેલાથી જ થેલેસેમિયાથી પીડાતો હતો. જાકે, તેની મેડિકલ કન્ડિશન જાતાં ડોક્ટરે તેને લગ્ન માટે પરવાનગી આપી હતી. દિલ્હી યુનિ.માં પીઍચડી કરતા આ યુવકે ત્યારબાદ ઓક્ટોબર ૨૦૧૫માં દિલ્હીની ઍક યુવતી સાથે લગ્ન કર્યા હતા. અભ્યાસ પૂરો થતાં પતિ-પત્ની બંગાળના વેસ્ટ મિદનાપુરમાં પરત ફર્યા હતા અને યુવકે ત્યાંની ઍક કોલેજમાં ભણાવવાનું શરુ કર્યું હતું.
યુવક દિલ્હીમાં રહેતો હતો ત્યારે જ ડોક્ટરની સલાહ પર તેણે પોતાના સ્પર્મને સ્પર્મ બેîકમાં જમા કરાવ્યા હતા, જેથી ભવિષ્યમાં સંતાન પ્રામાં કોઈ તકલીફ ના પડે. જાકે, ૨૦૧૮માં આ યુવકનું અચાનક જ મોત થયું હતું. દીકરાઍ પોતાનું વીર્ય સ્પર્મ બેîકમાં મૂક્યું છે તે તેના માતાપિતા પણ જાણતા હતા. તેના અવસાન બાદ તેમણે સ્પર્મ બેîકને પત્ર લખીને જણાવ્યું કે બે વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ તેમની પરવાનગી વિના દીકરાના સ્પર્મનો નાશ ના કરવામાં આવે.
જાકે, ૨૦૧૯માં હોસ્પિટલે તેમને વળતો પત્ર લખ્યો હતો કે તેમના દીકરાઍ પોતાની પત્નીની પ્રેગનેન્સી માટે સ્પર્મ ડોનેટ કર્યા હતા અને તેની પત્નીની પરવાનગી વિના તેઓ સ્પર્મને બીજા કોઈ વ્યક્તિને આપી શકે નહીં. સ્પર્મ બેîકના જવાબ બાદ વૃદ્ધે પોતાની પુત્રવધૂને દીકરાના સ્પર્મનો કબજા આપવા માટે જણાવ્યું, પરંતુ તે તેના માટે તૈયાર ના થઈ. આખરે, પોતાના દીકરાના સ્પર્મ માટે વૃદ્ધને કોર્ટમાં જવું પડ્યું.
વૃદ્ધે કોર્ટને જણાવ્યું હતું કે તેમની પુત્રવધૂ દીકરાના સ્પર્મ માટે નો ઓબ્જેક્શન ર્સિટ. આપવા માટે તૈયાર નથી. આખરે મામલો નીચલી કોર્ટમાંથી હાઈકોર્ટમાં પહોંચ્યો અને ત્યાં મૃતક યુવકના પિતાઍ તેના સ્પર્મ પર પોતાનો હક્ક છે તેવી માગ મૂકી કોર્ટને તેનો કબજા અપાવવા માટે આદેશ કરવા વિનંતી કરી.
જાકે, બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે સ્વ. યુવકના લગ્ન થઈ ગયા હતા. જેના કારણે તેના સ્પર્મ પર બીજા કોઈનો નહીં, પરંતુ તેની પત્નીનો પહેલો હક્ક છે. કોર્ટમાં યુવકના પિતાઍ ઍવો ડર વ્યક્ત કર્યો હતો કે સ્પર્મ બેîક સાથેના ઍગ્રિમેન્ટના સમયગાળામાં જા તેનો કોઈ ઉપયોગ ના થયો તો શક્ય છે કે તેનો નાશ કરી દેવાય. જાકે, કોર્ટે તેમની આ દલીલ માનવાનો ઈનકાર કરતા કહ્નાં હતું કે મૃતકની પત્નીઍ કાયદા વિરુદ્ધનું કોઈ કામ નથી કર્યું, જેથી કોર્ટ તેને અરજકર્તાની માગ પ્રમાણે કોઈ પ્રકારનો આદેશ આપી શકે નહીં.