લેન્ડિંગ માટે બે-બે ઍર સ્ટ્રિપ ધરાવતું યુપી પહેલું રાજ્ય

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી ગાઝીપુર સુધી બનાવવામાં આવતા પૂર્વાંચલ ઍક્સપ્રેસ વે પર પણ ઍર સ્ટ્રીપ બનીને પૂર્ણ થઈ ગઈ છે. ૩૦૦ મીટર લાંબી ઍર સ્ટ્રિપ સાથે જ યુપી ઍક્સપ્રેસ વે પર બે ઍરસ્ટ્રિપ્સ બનાવનાર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. અગાઉ, લખનઉ-આગ્રા ઍક્સપ્રેસ વે પરની ઍર સ્ટ્રિપ પહેલાથી જ તૈયાર છે.
ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીઍ કહ્નાં કે, ’અમે વાયુસેનાને અપીલ કરીશું કે તેઓ જલ્દી જ ઍર સ્ટ્રિપ પર પ્લેન ઉતારીને પરીક્ષણ કરે. પૂર્વાંચલ ઍક્સપ્રેસ વેના સમા થવા પર તમે રાજ્યના પૂર્વ છેડેથી પૂર્વાંચલ ઍક્સપ્રેસ વે, મધ્યમાં આગ્રા-લખનઉ ઍક્સપ્રેસ વે, પડ્ઢિમમાં યમુના ઍક્સપ્રેસ વે દ્વારા આખું યુપી ઍક્સપ્રેસ વે રોડ પરથી પાર કરી શકશો.’
તેમણે કહ્નાં, ’પૂર્વાંચલ ઍક્સપ્રેસ વેનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્નાં છે. પૂર્વાંચલ ઍક્સપ્રેસ વેની ૩૦૦ મીટર લાંબી ઍર સ્ટ્રિપનું કામ પૂર્ણ થયું છે. રાજ્યમાં ઍક્સપ્રેસ વે પર બનેલ આ બીજી ઍર સ્ટ્રિપ છે. દરેક વર્ગના પ્લેન તેના પર ઉતારી શકાય છે. પૂર્વાંચલ ઍક્સપ્રેસ વે પરની આ ઍર સ્ટ્રિપ સુલતાનપુર જિલ્લાના કુરેભાર નજીક બનાવવામાં આવી છે.
ભારતીય વાયુસેનાઍ અગાઉ આગ્રા ઍક્સપ્રેસ વે પર મિરાજ ૨૦૦૦, જગુઆર, સુખોઇ ૩૦ અને સુપર હર્ક્યુલસ જેવા જહાજા ઉતરીને પરીક્ષણો કર્યા છે. ઉત્તર પ્રદેશની આ બંને ઍર સ્ટ્રિપથી ઍરફોર્સ પાકિસ્તાન અને ચીન સામેના યુદ્ધમાં પ્રતિક્રિયા આપી શકે છે.

Leave a Reply

Translate »